બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Two persons died in an accident in Ahmedabad Surat

અકસ્માત / અમદાવાદમાં ટ્રકના પૈડાં બન્યા યમદૂત, બાળકને લીધો અડફેટે: સુરતમાં ડુક્કર વચ્ચે આવી જતાં અકસ્માતમાં એકનું નિધન

Kishor

Last Updated: 07:07 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિત 3 સ્થળે અકસ્માતની ઘટના સામે આવી હતી.

  • અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને લીધું અડફેટે 
  • કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રકની અડફેટે અઢી વર્ષના બાળકનું મૃત્યુ
  • અકસ્માતમાં બાળકના મૃત્યુને લઈને પરિવારમાં આક્રંદ 
  • ઈજાગ્રસ્ત ટ્રકચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો 

અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને અડફેટે લેતા બાળકનું મૃત્યુ થયું છે. કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રકની અડફેટે અઢી વર્ષના બાળકનું મૃત્યુ થયાના સમાચાર છે. બાળકના મૃત્યુને લઈને પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ટ્રકચાલકને પકડીને માર મારતા ઈજાગ્રસ્ત થયો હતો. તો વડોદરામાં ઓવર સ્પિડિંગથી વધુ એક અકસ્માત સામે આવ્યો. લક્ષ્મીપુરા રોડ પર નારાયણ ગાર્ડન એવરેસ્ટ હબ પાસે કાર અકસ્માતની ઘટના બની છે. કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હોવાની માહિતી મળી છે. બેકાબૂ કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જો કે કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. રાજકોટના હડમતીયા ગામ નજીક બાઈક વચ્ચે ડુક્કર આવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રમેશ પંચાલ નામના વ્યક્તિનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે.

ટ્રકની પાછળ ઘૂસી કાર, આર્મી જવાન અને પત્નીનું માથું ધડથી અલગ થઈ ગયું,  ગુજરાતમાં રહે છે પરિવાર | Horrific road accident: The roof of the car  disappeared, the army jawan and his

અમદાવાદના કાંકરિયામાં ટ્રક ચાલકે બાળકને લીધું અડફેટે 

કાંકરિયા રેલવે યાર્ડ નજીક થયેલ અકસ્માતની વિગતે ચર્ચા કરીએ તો 3 વર્ષના બાળકને ટ્રક ચાલકે કચડી નાખતા અરેરાટી મચી હતી. આ અકસ્માતમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થતા સ્થાનિક રહીશોએ ટ્રકના ચાલકને માર માર્યો હતો. જેને લઈને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળક શાહનવાઝ સૈયદ રમી રહ્યો હતો અને રમતા રમતા ગેટ નજીક પહોંચ્યો ત્યારે સ્પીડમાં આવી રહેલી ટ્રક ના પાછળના ટાયરમાં આવી જતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.

બાઈક વચ્ચે ડુક્કર આવતા અકસ્માત
વધુમાં અકસ્માતની અન્ય એક ઘટના રાજકોટના હડમતીયા ગામ નજીક સામે આવી હતી. જેમાં રસ્તામાં બાઈક વચ્ચે ડુક્કર આવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રમેશ પંચાલ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજતા પરિજનોમાં અરેરાટી મચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચોટીલાના પીપળીયા ગામના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


તે જ રીતે વડોદરામાં પણ અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. આ દરમિયાન ઓવર સ્પિડિંગથી અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર નારાયણ ગાર્ડન એવરેસ્ટ હબ નજીક કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં બેકાબૂ બનેલી કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ