બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two died in an accident in Banaskantha, they were going to ambaji

દુ:ખદ / પગપાળા અંબાજી જઈ રહેલા માઈભક્તોને જીપે અડફેટે લેતા બેના મૃત્યુ, સતત બીજા દિવસે અકસ્માતનો ભોગ બન્યા શ્રદ્ધાળુઓ

Parth

Last Updated: 10:29 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મા અંબાના સૌથી મોટા મંદિરમાં પગપાળા જવા ગુજરાતના લાખો ભક્તો નીકળ્યા છે ત્યારે સતત બીજા દિવસે દુ:ખદ સમાચાર આવ્યા છે.

  • લાખણી-ડીસા હાઈવે અકસ્માત
  • બે પદયાત્રીના મૃત્યુ
  • જીપ ચાલકે અડફેટે લેતા મૃત્યુ

ગુજરાતમાં કૃષ્ણ ભક્તોની સાથે માઈ ભક્તોની સંખ્યા ખૂબ વધારે છે, દર વર્ષે નવરાત્રી પહેલા અંબાજીમાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને લાખોની સંખ્યામાં સેંકડો કિમી ચાલીને ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા આવે છે ત્યારે અકસ્માતના પણ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. સતત બીજા દિવસે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. 

એક પદયાત્રીનું ઘટના સ્થળે મૃત્યુ,અન્ય એકનું સારવારમાં મૃત્યુ
બનાસકાંઠાના લાખણી-ડીસા હાઈવે પર જીપ ચાલકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા જે બાદ એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું જ્યારે અન્ય એક વ્યક્તિએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો છે. થરાદના પડાદર અને ઝેટા ગામના ભક્તો માતાજીના દર્શન માટે અંબાજી જઈ રહ્યા હતા ત્યારે જ આ ઘટના ઘટી છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. 

મૃતકોના નામ 
રાયસંગભાઈ પટેલ
લગધીરજી ઠાકોર

શુક્રવારે પણ થયો હતો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મૃત્યુ 
અરવલ્લી જિલ્લાના માલપુરના કૃષ્ણાપુર પાસે અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને ઇનોવા કારે કચડી નાખતા કુલ 6 પદયાત્રીઓના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય 6 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તને માલપુર સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, આ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની છે. આ અકસ્માત સર્જાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતા. સાથે લોકોના ટોળાં એકત્ર થઇ જતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. આથી, તાત્કાલિક આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓના ગંભીર અકસ્માતને લઇ CM ભૂપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. CMએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપશે.'    

આ સિવાય પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ સમગ્ર મામલે દુ:ખ વ્યક્ત કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ