બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Two daughters taken from home, killed and hanged...: UP red-murder case shakes, four arrested

સમાજ શર્મસાર / બે દીકરીઓને ઘરમાંથી લઈ ગયા, મારીને લટકાવી દીધી...: UPમાં રેડ-મર્ડર કેસથી હડકંપ, ચારની ધરપકડ

Priyakant

Last Updated: 08:34 AM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ મળ્યા બાદ પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો

  • યુપીના લખીમપુરમાં બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવ્યા 
  • મૃતકોની માતાએ અપહરણ બાદ બળાત્કાર અને હત્યાનો આરોપ લગાવ્યો
  • લખીમપુર ઘટનામાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો
  • પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા, વધુ પૂછપરછ ચાલુ 

યુપીના લખીમપુરમાં બુધવારે બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. જેમના મૃતદેહ મળ્યા છે તે બંને સગી બહેનો છે. આ મામલો લખીમપુર ખેરીના નિગાસન કોતવાલીનો છે. આ મામલે ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન આવ્યું છે.  લખનૌ રેન્જના આઈજીએ પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. જ્યારે આ કેસમાં પીડિતાની માતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આ ઘટનામાં પોલીસે ચાર લોકોને કસ્ટડીમાં લીધા છે. 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના નિગાસન કોતવાલી વિસ્તારના તમોલિનપુરવા ગામમાં ગઈકાલે રાત્રે દલિત સમુદાયની બે બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા હોબાળો મચી ગયો હતો. આ મામલામાં પરિવારે છોકરીઓને બળજબરીથી ઉપાડી જવાનો અને તેમની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. લખીમપુર ખેરીના એડિશનલ એસપી અરુણ કુમાર સિંહના જણાવ્યા અનુસાર લખીમપુર ઘટનામાં બળાત્કાર, હત્યા અને બાળ શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆરમાં એક નામ અને ત્રણ અજાણ્યા આરોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

શું કહ્યું મૃતક દીકરીઓની માતાએ ? 

છોકરીઓની માતાએ મીડિયા અને પોલીસને જણાવ્યું કે,  આરોપીઓ તેમની દીકરીઓને બળજબરીથી મોટરસાઈકલ પર લઈ ગયા. બાળકીની માતાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો આરોપીએ તેની સાથે મારપીટ કરી. પરિવારજનો અને ગ્રામજનોએ બાદમાં છોકરીઓની શોધખોળ કરી અને તેમની લાશ ઝાડ પર લટકતી મળી આવી. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની દીકરીઓ પર બળાત્કાર કરવામાં આવ્યો અને પછી તેમની હત્યા કરવામાં આવી. આરોપીઓ પર હત્યા અને બળાત્કાર સંબંધિત IPC કલમો અને POCSO હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

શું કહ્યું લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષકે ? 

લખનૌ રેન્જના પોલીસ મહાનિરીક્ષક લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.  છોકરીઓ તેમના પોતાના દુપટ્ટા પર લટકતી જોવા મળી હતી અને તેમના પર કોઈ ઈજાના નિશાન નથી. મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાનું બાકી છે. બુધવારે મોડી રાત્રે ગ્રામજનો અને પરિવારજનોએ હોબાળો અને વિરોધ પણ કર્યો હતો. ગ્રામજનો સાથે ઉગ્ર બોલાચાલી બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

શું કહ્યું ડીએમએ ? 

લખીમપુરના ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે એબીપી ગંગાને ફોન પર આ ઘટનાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, હત્યાનું કારણ બંને બાળકીઓના પોસ્ટમોર્ટમ બાદ જાણી શકાશે. તેમણે જણાવ્યું કે, ગુરુવારે સવારે બંને બાળકીઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

આ તરફ ઘટનાને લઈને યુપીના ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું છે કે, લખીમપુરમાં તેમના ઘરથી થોડે દૂર એક ઝાડ પર બે બહેનોના મૃતદેહ લટકેલા મળી આવ્યા હતા. એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સંબંધીઓની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. દરેક પાસાઓની તપાસ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ