બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Two cracks in Kshatriya society on Parshotam Rupala! What is the logic of sociology and politics

મહામંથન / પરશોતમ રૂપાલા પર ક્ષત્રિય સમાજમાં બે તડા! સમાજકારણ અને રાજકારણનો તર્ક શું?

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:35 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: પરશોતમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ અને વિવાદ વકરતો ગયો, માફી માંગવામાં તો આવી પણ તેનો ક્યાંક સ્વીકાર તો ક્યાંક અસ્વીકાર થયો છે

લોકસભાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે અને વાતાવરણમાં ચૂંટણી અનુભવાઇ પણ રહી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાઇ અને ત્યાર બાદ રાજકીય પક્ષોની તૈયારીઓ પણ જનતા જોઇ રહી છે. પણ જાણે કે 2024ની ચૂંટણીનો માહોલ તૈયારીઓ કરતા વિવાદોથી ભરપૂર વધારે લાગી રહ્યો છે. પરશોતમ રૂપાલાએ એક નિવેદન આપ્યું અને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ. વિવાદ વકરતો ગયો, માફી માંગવામાં તો આવી પણ તેનો ક્યાંક સ્વીકાર તો ક્યાંક અસ્વીકાર થયો. ક્ષત્રિય સમાજ આ મુદ્દે  નમતું જોખવા તૈયાર નથી અને ટિકીટ પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં મોટું સંમેલન યોજાયું જેમા રૂપાલાએ બે હાથ જોડીને માફી પણ માગી, પરંતુ કેટલાક ક્ષત્રિય સંગઠનો આ વાત સ્વીકારવા તૈયાર નથી અને એવુ કહે છે કે સમાજ વતીથી જયરાજસિંહ જાડેજા નિર્ણય લેનાર કોણ છે. આ સમગ્ર મુદ્દે અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના વિચારો પણ આજે અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. અને વિરોધનો વંટોળ ક્યારે શાંત થશે અને આ વિવાદમાં સમાધાનની જોડતી કડી કોણ બનશે તે પણ જાણવાનો અમે પ્રયાસ કર્યો હતો

ક્ષત્રિય સમાજનો વિરોધ
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. પરશોતમ રૂપાલાની માફી છતા સમાજના ઘણાં આગેવાનો નારાજ છે. રાજકોટના રેલનગરમાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે વિરોધ કર્યો હતો. કેટલાક યુવાનોની પણ અટકાયત કરવામાં આવી તેમજ પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ ઉપર ક્ષત્રિય સમાજ અડગ છે. સવાલ એ છે કે આ વિરોધ આખરે જીત કોને અપાવશે?

માફી બાદ પણ મુશ્કેલી યથાવત
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. કરણી સેના સહિતના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી નહતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે

વાંચવા જેવું:  ગુજરાતનો ગોળ ગધેડાનો મેળો: વૃક્ષ ચઢતા યુવકોને યુવતીઓ મારે છે સોટીથી માર, કારણ રસપ્રદ

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ શું કહ્યું?
રાજકોટથી પરશોતમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો એ ન ભૂલવું જોઈએ. PM કહી ચુક્યા છે કે અકબર સામે ક્ષત્રિયો ન લડ્યા હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત. રાજકારણમાં જડતા ક્યારેય ચાલતી નથી.અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 


 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Mahamanthan Parshotam Rupala Statement Vtv Exclusive પરશોતમ રૂપાલાનું નિવેદન મહામંથન Mahamanthan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ