બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ગુજરાત / અમદાવાદ / Two cousin brothers conspire to start MD drugs business in Rajasthan delivery

અમદાવાદ / બે સગા ભાઈ MD ડ્રગ્સનો ધંધો શરૂ કરવાનું કાવતરૂ રચી રાજસ્થાન ડિલિવરી લેવા ગયા, હવે સીધા જેલ ભેગા, 11.82 લાખનો માલ જપ્ત

Kishor

Last Updated: 12:25 AM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ઇન્દિરાબ્રિજ સર્કલ પાસેથી ૧૧.૮૨ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે સગા ભાઇ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે

  • SOGએ ૧૧.૮૨ લાખના MD ડ્રગ્સ સાથે ત્રણ શખ્સની ધરપકડ કરી
  • મુંબઇ બાદ હવે રાજસ્થાનથી એમડી ડ્રગ્સની ડિલિવરી 
  • બે સગા ભાઇ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી

અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે યુવાપેઢીને બરબાદીના રસ્તે લઈ જઈ રહ્યું છે. અમદાવાદમાં એમડી સિવાય અન્ય ડ્રગ્સ લેવાનો ક્રેઝ એટલો વધી ગયો છે કે યુવાઓ નશેડીમાંથી પેડલર બની ગયા છે. ગુજરાતને ડ્રગ્સ માફિયાએ એપી સેન્ટર બનાવી દીધું છે ત્યારે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. ડ્રગ્સ માફિયાઓએ બનાવેલી માયાજાળને પોલીસ એજન્સીઓ ક્રેક કરીને પેડલરથી લઇને માફિયા સુધી પહોંચી રહી છે. ગઇ કાલે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ઇન્દિરાબ્રિજ સર્કલ પાસેથી ૧૧.૮૨ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે સગા ભાઇ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ત્રણેય શખ્સ રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લઇને આવી રહ્યા હતા જ્યાં તેમને અમદાવાદમાં એન્ટ્રી મારે તે પહેલાં દબોચી લેવામાં આવ્યા છે. 

એસઓજીની ટીમે એફએસએલની ટીમને જાણ કરી
એસઓજીની ટીમને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાં આવેલા બી વોર્ડમાં રહેતા હિમેશ ગારંગે અને તેનો ભાઇ મોનેશ ગારંગે રાજસ્થાન એમડી ડ્રગ્સનો જથ્થો લેવા માટે ગયા અને તેમની સાથે તેમનો સાગરીત ચાણક્ય ઉર્ફે રાજા પણ ડ્રાઇવર બનીને ગયો છે. એસઓજીની ટીમ પાસે કારનો નંબર હોવાથી તે બાતમીના આધારે ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે પહોંચી ગઈ અને બેરિકેડ મૂકીને વોચમાં હતી. દરમિયાનમાં કાર ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે આવી પહોંચતા એસઓજીની ટીમે તેને કોર્ડન કરી લીધી હતી. કાર કોર્ડન કરતાં એસઓજીએ હિમેશ, મોનેશ અને ચાણક્યની અટકાયત કરી લીધી હતી અને બાદમાં તેમની જડતી કરી હતી. બંને ભાઇ પાસેથી વ્હાઇટ પાઉડર ઝિપ બેગમાં મળી આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. 


એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી જ્યા તેમણે ટ્રાફિક બીટ ચોકીમાં જઇને વ્હાઇટ પાઉડરનું પરીક્ષણ કર્યું હતું અને તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. એમડી ડ્રગ્સ હોવાનું પુરવાર થતાં એસઓજીની ટીમે તેમની ધરપકડ કરી લીધી હતી અને આગવી સ્ટાઇલથી પૂછપરછ કરી હતી. બંને ભાઇ રાજસ્થાનના ડ્રગ્સ માફિયા અજય ગહેલોત પાસે એમડી ડ્રગ્સનો જથ્થો લેવા માટે ગયા હતા. એસઓજીએ ક્રાઇમ બ્રાંચમાં બે ભાઇ સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છેકે કુબેરનગરમાં દારૂનું સૌથી વધુ વેચાણ થઇ રહ્યું છે ત્યારે હવે ડ્રગ્સનો પણ પગપેસારો થયો છે. 


મુંબઇ બાદ હવે રાજસ્થાનથી એમડી ડ્રગ્સની ડિલિવરી 
અમદાવાદ પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓએ એમડી ડ્રગ્સના નેટવર્કનો જ્યારે પણ પર્દાફાશ કર્યો છે ત્યારે મુંબઇના ડ્રગ્સ માફિયાઓનાં નામ દરેક વખતે સામે આવ્યાં છે. એમડી ડ્રગ્સની વેચવાની શરૂઆત મુંબઇથી થઇ અને અમદાવાદ સુધી પહોંચી છે ત્યારે હવે રાજસ્થાન પર ચર્ચામાં આવી રહ્યું છે. અમદાવાદના ડ્રગ્સ માફિયા હવે મુંબઇથી એમડી ડ્રગ્સ મંગાવવાની જગ્યાએ રાજસ્થાનથી મંગાવી રહ્યા હોવાનો ઘટસ્ફોટ મોડી રાતે ક્રાઇમ બ્રાંચની ટીમે કર્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં એસઓજીની ટીમે દાણીલીમડા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી લીધી હતી. એસઓજીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાજસ્થાનના ઉદયપુરથી બંને શખ્સ એમડી ડ્રગ્સ લઇને આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ