બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / વડોદરા / Two Baahubali leaders of Gujarat face to face: Dussehra show of strength by showing weapons, rally also held

શક્તિપ્રદર્શન / ગુજરાતનાં બે બાહુબલી નેતાઓ સામસામે: દશેરા પર શસ્ત્રો બતાવી કર્યું શક્તિપ્રદર્શન, રેલી પણ નીકળી

Priyakant

Last Updated: 03:18 PM, 5 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન MLA મધુ શ્રીવાસ્તવે ઇન્દ્રપુરી મેદાનમાં મહાશસ્ત્ર પૂજાનું આયોજન કર્યું હતું. તો સામાજીક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એન.જી.શાહ હાઇસ્કુલમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કર્યો

  • વાઘોડિયામાં બે બાહુબલી નેતાઓ આવ્યા સામસામે 
  • MLA મધુ શ્રીવાસ્તવે ઇન્દ્રપુરી મેદાનમાં મહાશસ્ત્ર પૂજાનું કર્યું આયોજન
  • સામજિક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એન.જી.શાહ હાઇસ્કુલમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ
  • 2017ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી લડ્યા હતા ધર્મેન્દ્રસિંહ 

રાજ્યના રાજકારણમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગરમાવો આવી રહ્યો છે.  આજે વાઘોડિયામાં દશેરા નિમિત્તે મહાશસ્ત્ર પૂજાના નામે શક્તિપ્રદર્શન યોજાયું હોય તેવું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે,  વર્તમાન MLA મધુ શ્રીવાસ્તવે ઇન્દ્રપુરી મેદાનમાં મહાશસ્ત્ર પૂજાનું આયોજન કર્યું હતું. તો બીજી તરફ સામાજીક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એન.જી.શાહ હાઇસ્કુલમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કર્યો હતો. જોકે બંને કાર્યક્રમમાં અનેક નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. જેને લઈ હવે બંનેએ દશેરા પર શસ્ત્રો બતાવી શક્તિપ્રદર્શન કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનુ દશેરા નિમિત્તે શક્તિ પ્રદર્શન કર્યું હતું.  ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના કાર્યક્રમ અંતર્ગત રેલીમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જોડાયા હતા. મહત્વનું છે કે, સતત 30 વર્ષથી મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના ધારાસભ્ય છે. આજે મધુ શ્રીવાસ્તવની રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલી બાદ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 

આ તરફ સામાજીક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ એન.જી.શાહ હાઇસ્કુલમાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. નોંધનીય છે કે, ધર્મેન્દ્રસિંહ  2017ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી લડ્યા હતા. આ તરફ આજે સામાજીક આગેવાન ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વાઘોડિયામાં શક્તિપ્રદર્શન યોજાયું હતું. મહાશસ્ત્ર પૂજન પહેલાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મહારેલીનું આયોજન કરતાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા. આ સાથે નૌતમ સ્વામી પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રેલીમાં જોડાયા તો લોકો કેસરી સાફો પહેરી જોડાયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ