બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / આરોગ્ય / try these health care home remedies for swelling in feet

તમારા કામનું / ઓફિસમાં લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસી રહેવાથી પગમાં આવે છે સોજા? આ ઘરગથ્થુ ઉપાય કરો ટ્રાય

Arohi

Last Updated: 02:56 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને તમારા પગમાં સોજાની સમસ્યા છે? તો અમે તમને બેસ્ટ ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી પગમાં સોજા જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

  • પગમાં સોજાની સમસ્યા થશે દૂર
  • અપનાવો આ ઘરગથ્થુ ઉપાય 
  • એક જગ્યા પર કલાકો સુધી બેસી રહેવાથી થાય છે સમસ્યા 

વર્ક કલ્ચરનું પાલન કરવું એ આપણા બધાની મજબૂરી છે. પરંતુ આના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવા લાગે છે તો તે ચિંતાનો વિષય છે. વ્યસ્ત જીવનની વચ્ચે મોટાભાગના ઓફિસ જતા લોકોએ 9 કલાકની શિફ્ટમાં કામ કરવું પડે છે ક્યારેક આ કામના કલાકો વધુ હોઈ શકે છે. 

આ રૂટિન સાથે તમે સારી કમાણી કરી શકો છો પરંતુ તમે તમારા શરીરને નુકસાન પણ કરી રહ્યા છો. એક જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાથી ઘણી વખત લોકોના પગ સૂજી જાય છે. સ્વેલિંગના વધવાથી હલનચલન કરવું મુશ્કેલ બને છે અને તેની અસર કામ પર પણ દેખાય છે.

ઓફિસમાં કલાકો સુધી એક જગ્યા પર ન બેસી રહો 
શું તમે પણ ઓફિસમાં કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાની ભૂલ કરો છો? શું તમને તમારા પગમાં સોજાની સમસ્યા છે? અમે તમને કેટલાક શ્રેષ્ઠ ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી પગમાં સોજા જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.

સિંધાલુણ
પ્રાચીન સમયથી સિંધાલુણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શરીરને અંદરથી સ્વસ્થ રાખતું આ મીઠું બહારથી પણ શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ અસરકારક છે. કોઈ મોટા વાસણમાં થોડું હૂંફાળું પાણી લો અને તેમાં બે ચમચી સિંધાલુણ નાખો. હવે આ પાણીમાં તમારા પગ ડુબાડીને રિલેક્સ કરો. આ રીતને સતત થોડા દિવસો સુધી અનુસરો અને તમને ફરક દેખાશે.

વર્જિન કોકોનટ ઓઈલ 
પગની મસાજ માટેના નુસ્ખા તો પ્રાચીન સમયથી અસરકારક માનવામાં આવે છે. જો તમે સરસવ અથવા અન્ય કોઈ તેલથી માલિશ કરો છો તો તમારે તેમાં ફેરફાર કરવાની જરૂર છે. મસાજ માટે વર્જિન કોકોનટ ઓઈલ લો અને તેને થોડું ગરમ ​​કરો. જો તમે ઈચ્છો તો તેમાં લસણની કળીને ફ્રાય કરી શકો છો. લસણમાંથી બનાવેલ આ તેલને પગ પર લગાવો અને લગભગ 5 મિનિટ સુધી મસાજ કરો. થોડા દિવસોમાં સોજો ઓછો થઈ જશે.

બેકિંગ સોડા
શું તમે જાણો છો કે બેકિંગ સોડા પગના સોજાને ઓછો કરવામાં પણ અસરકારક છે. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ચોખા નાખો. ઉભરો આવે એટલે તેમાં બેકિંગ સોડા ઉમેરો. સારી રીતે ઉકાળ્યા પછી આ પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુખાવા અથવા સોજાવાળી જગ્યા પર લગાવો અને જો શક્ય હોય તો પાટો બાંધો. આવું અઠવાડિયામાં ત્રણ વાર કરો. તેનાથી તમને ફરક દેખાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ