બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / 'Trudeau made a big mistake by accusing India', American defense expert said - there is no difference between Nijjar and Laden

વિવાદ / 'કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી દીધી', અમેરિકન સંરક્ષણ નિષ્ણાંતે કરી ભારતની તરફેણ

Megha

Last Updated: 10:54 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલા ભારત-કેનેડા વિવાદ પર અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. કહ્યું 'ટ્રુડો વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવી રહ્યા છે અનેએ તેઓ આમાં ફસાઈ ગયા છે.'

  • ભારત-કેનેડા વિવાદ પર અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે
  • ટ્રુડો વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવી રહ્યા છે
  • અમેરિકા ભારતને સમર્થન આપશે કારણ કે નિજ્જર આતંકવાદી હતો 

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ સર્જાયેલા ભારત-કેનેડા વિવાદ પર અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકી પેન્ટાગોનના એક પૂર્વ અધિકારીએ કહ્યું, 'આ બધું ચૂંટણી પ્રચાર માટે થઈ રહ્યું છે. જેમાં ટ્રુડોની હાર થતી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે અમેરિકા સહિતના ફાઇવ આઇઝ દેશો આ મુદ્દે કેનેડાને સમર્થન નથી આપી રહ્યા.'

ભારત અને કેનાડા વચ્ચેના સંબંધો ખરાબ, હવે શું થશે?

ટ્રુડો વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવી રહ્યા છે
કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતને દોષી ઠેરવતા મુશ્કેલીમાં છે. જસ્ટિન ટ્રુડો પોતાના આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી. ભારતે જે રીતે કેનેડાના આરોપોનો જવાબ આપ્યો છે તેનાથી કેનેડાના વડાપ્રધાન પોતે ચોંકી ગયા છે. તેને કેનેડાના સાથી 'ફાઈવ આઈ' (અમેરિકા, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાંથી સમર્થન મળી રહ્યું નથી. હવે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રુડો વિચાર્યા વગર ભારત પર આરોપ લગાવી રહ્યા છે. તે આમાં ફસાઈ ગયો છે.

'ચૂંટણીના કારણે ભારત પર લગાવ્યો આરોપ'
પેન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી અને વરિષ્ઠ સાથી માઈકલ રુબિને ભારત-કેનેડા વિવાદ પર કહ્યું કે 'મને નથી લાગતું કે કેનેડાના સહયોગી જસ્ટિન ટ્રુડોની થિયરી સાથે સહમત થશે. જ્યારે ઈસ્તાંબુલમાં જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી ત્યારે તુર્કીએ ઘણા મહત્વપૂર્ણ પુરાવા આપ્યા હતા. જેના કારણે સાઉદી અરેબિયાની ટીકા થઈ હતી. પરંતુ જસ્ટિન ટ્રુડો વિચાર્યા વગર આક્ષેપો કરી રહ્યા છે. તે અત્યાર સુધી કોઈ પુરાવા રજૂ કરી શક્યો નથી. ટ્રુડો કહે છે કે તેમના પર વિશ્વાસ કરો પણ પુરાવા વિના એમના પર કોઈ વિશ્વાસ નથી કરતું. આ બધું ચૂંટણી પ્રચાર માટે છે. જેમાં ટ્રુડોની હાર થતી જોવા મળી રહી છે. આ જ કારણ છે કે અમેરિકા સહિતના ફાઇવ આઇઝ દેશો આ મુદ્દે કેનેડાને સમર્થન નથી આપી રહ્યા.

 ભારત-કેનેડા વિવાદ વચ્ચે સામે આવ્યું અમેરિકાનું મોટું નિવેદન

અમેરિકાએ લાદેન સાથે જે કર્યું એવું ભારતે કર્યું
માઈકલ રુબિને કહ્યું કે 'હરદીપ સિંહ નિજ્જર કોઈ સારી વ્યક્તિ નહતી. તેને ઘણા લોકોનું મર્ડર કર્યું છે અને અનેક હુમલાઓમાં સામેલ રહ્યો છે. હરદીપ સિંહ નિજ્જર પ્લમ્બર જતો જેમ ઓસામા બિન લાદેન કન્સ્ટ્રક્શન એન્જિનિયર.' વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નિવેદનમાં કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય જુલમ નથી પરંતુ આ આંતરરાષ્ટ્રીય આતંકવાદ છે. અમેરિકાએ જે કાસિમ સુલેમાની કે ઓસામા બિન લાદેન સાથે કર્યું અને ભારતે જે કર્યું તેમાં કોઈ ફરક નથી.'

ભારત પર આરોપ લગાવીને ટ્રુડોએ ભૂલ કરી છે
અમેરિકન સંરક્ષણ નિષ્ણાતે કહ્યું કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ મોટી ભૂલ કરી છે. તેણે જે રીતે ભારત પર આરોપ લગાવ્યા છે, હવે તે તેને પાછો પણ લઈ શકશે નહીં કારણ કે જો તે પોતાની વાત પર અડગ રહેશે તો તેણે પુરાવા રજૂ કરવા પડશે અને જો તે સાબિત થશે કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે તો તેને સજા ભોગવવી પડશે. આનો પણ જવાબ આપવો પડશે કે તેઓએ આતંકવાદીને શા માટે આશ્રય આપ્યો.

ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા

અમેરિકા ભારતને સમર્થન આપશે કારણ કે નિજ્જર આતંકવાદી હતો 
માઈકલ રુબિને એક મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે 'અમેરિકા એવી સ્થિતિમાં નથી રહેવા માંગતું કે તેણે બે મિત્રોમાંથી એકની પસંદગી કરવી પડે, પરંતુ જો આવું થશે તો અમે ભારતને પસંદ કરીશું કારણ કે નિજ્જર આતંકવાદી હતો અને ભારત અમેરિકા માટે ખતરો છે. અમારા સંબંધો મહત્વપૂર્ણ છે. જસ્ટિન ટ્રુડો લાંબા સમય સુધી કેનેડાના પીએમ નહીં રહે અને આવી સ્થિતિમાં તેમની વિદાય બાદ આપણે ફરી સંબંધો મજબૂત કરી શકીએ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ