બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india rejects allegation by canada ministry of external affairs said in a statement

પ્રતિક્રિયા / 'જસ્ટિન ટ્રુડોના આક્ષેપ તદ્દન જુઠ્ઠા, આ તો ખાલિસ્તાની આતંકીઓને બચાવવાનો પ્રયાસ', ભારતે કેનેડાના આરોપોને ફગાવ્યા

Arohi

Last Updated: 09:56 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Rejects Allegations By Canada: વિદેશ મંત્રાલયે કેનેડાના બધા આરોપો ફગાવી દિધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીના આરોપ પાયાવિહોણા છે.

  • કેનેડાના PMએ ભારત પર લગાવ્યા ગંભીર આરોપ 
  • વિદેશ મંત્રાલયે આરોપોને ગણાવ્યા પાયાવિહોણા 
  • ગણાવ્યો ખાલિસ્તાની આતંકીઓને બચાવવાનો પ્રયાસ

વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના બધા આરોપોને ફગાવી દીધા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત કેનેડાના આરોપોને ફગાવે છે. અમે તેમની સંસદમાં કેનેડાના પ્રધાનમંત્રીના નિવેદનને સાંભળ્યા છે સાથે જ તેમણે વિદેશમંત્રીના નિવેદનને પણ ફગાવ્યું છે. 

કેનેડામાં હિંસાના કોઈ પણ કામમાં ભારત સરકારની ભાગીદારીના આરોપો પાયાવિહોણા છે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે "ભારત કાયદાના સાશનના પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા વાળો એક લોકતાંત્રિક રાજનૈતિક દેશ છે."

ભારત વિદેશ મંત્રાલયે શું કહ્યું? 
ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રકારે પાયાવિહોણા આરોપ ખાલિસ્તાની આતંકવાજીઓ અને ચરમપંથીઓથી ધ્યાન હટાવવાનો પ્રયત્ન કરે છે. તેમને કેનેડામાં આસરો આપવામાં આવ્યો છે અને જે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતા માટે ખતરો છે. આ મામલા પર કેનેડાની સરકારની નિષ્ક્રિયતા લાંબા સમયથી ચિંતાનો વિષય છે. 

કેનેડાની રાજનૈતિક હસ્તિઓને આવા તત્વો પ્રત્યે સહાનુભૂતિ જાહેર કરવી ચિંતાનો વિષય છે. કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત અપરાધ સહિત ઘણી ગેરકાયદેસર ગતિવિધિઓને આપવામાં આવેલી જગ્યા કોઈ નવી વાત નથી. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારત સરકારને આ ઘટનાક્રમ સાથે જોડવામાં આવતા કોઈ પણ પ્રયત્નોને ફગાવીએ છીએ. અમે કેનેડા સરકારને પોતાના દેશથી સક્રિય દરેક ભારત વિરોધી તત્વોના વિરૂદ્ધ તત્કાલ અને પ્રભાવી કાયદાકીય કાર્યવાહી કરવાનો આગ્રહ કરીએ છીએ. ભારતે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના આ આરોપને પાયાવિહોણા અને પ્રેરિત જણાવતા ફગાવી દીધા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ