બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Treatment of dead baby girl to pass money under PMJAY scheme at Medistar hospital in Sabarkantha

હિમંતનગર / OMG! હોસ્પિટલે મૃત બાળકીની સારવારનું જુઓ કેવું નાટક કર્યું, સરપ્રાઈઝ ચેકિંગમાં કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો, સંચાલકે રોદણાં રોયાં

Dinesh

Last Updated: 07:13 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાની મેડિસ્ટાર હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત બિલ પાસ કરાવવા માટે કલાકો સુધી મૃત બાળકીની સારવારનું નાટક કર્યું, ગાંધીનગર સ્ટેટ ટીમની સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટતા હોસ્પિટલને 14.47 લાખનો દંડ ફટકાર્યો

  • સાબરકાંઠામાં મેડિસ્ટાર હોસ્પિટલનું કાળું કારસ્તાન 
  • પૈસા માટે મૃત બાળકીને કલાકો સુધી સારવારનું નાટક કર્યું 
  • PMJAY યોજના અંતર્ગત બિલ પાસ કરાવવાનું કૌભાંડ 


હિંમતનગરની મેડિસ્ટાર હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત બિલ પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલ દ્વારા બિલ પાસ કરાવવા કલાકો સુધી મૃત બાળકીની સારવારનું નાટક કર્યું. જોકે ગાંધીનગર સ્ટેટ ટીમના સરપ્રાઈઝ ચેકિંગમાં હોસ્પિટલની કાળી કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાને પગલે IAS રેમ્યા મોહને હોસ્પિટલને PMJAY યોજનામાંથી બ્લેકલિસ્ટ કરી છે .સાથે જ હોસ્પિટલને રૂપિયા 14 લાખ 47 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

હોસ્પિટલ સંચાલકનું નિવેદન
બ્લેક લિસ્ટ થયા બાદ હોસ્પિટલ સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અડધી રાત્રે કરાયેલી તપાસ તદ્દન ખોટી છે તેમજ કરાયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે અને હોસ્પિટલની કામગીરી સામે ગાંધીનગર કક્ષાએ રજૂઆત કરાશે તેમજ મૃતકના પરિવારજનો પણ હોસ્પિટલની કામગીરીથી સહમત છે 

નટુભાઈ પટેલ, મેડીસ્ટાર હોસ્પિટલ સંચાલક

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
સમગ્ર ઘટના મામલે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે .મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આવી ઘટના સામે આવતા જ રાજ્ય સરકારે આ હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. આવી ઘટનાઓ પર સરકાર કડક હાથે કામ લઈ રહી છે. જોકે બીજી તરફ હોસ્પિટલ સંચાલકોએ તમામ આરોપોને ફગાવ્યા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ફાઈલ તસવીર​​​​
​​​​​

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ