બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Trade in our rupees, IIT in UAE, this deal was done between the two countries during the visit of PM Modi

સમજૂતી / આપણા રુપિયામાં વેપાર, UAEમાં IIT, PM મોદીના પ્રવાસમાં બન્ને દેશો વચ્ચે થઈ આ ડીલ

Vishal Khamar

Last Updated: 10:08 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથેની વ્યાપક વાટાઘાટો દરમિયાન બંને મુદ્દાઓ પર સહમતિ બની હતી. આ સિવાય IIT કેમ્પસ ખોલવા માટે પણ એક કરાર કરવામાં આવ્યો છે.

  • UAE પ્રવાસ દરમિયાન ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
  • અબુ ધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ ખોલવા માટે પણ સમજૂતી થઈ
  • ગયા વર્ષે ભારત અને UAE વચ્ચેના વેપારમાં લગભગ 20 ટકાનો વધારો

 વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન ઘણા મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  શનિવારે તેમની પોતાની કરન્સીમાં વ્યવસાયિક વ્યવહારો શરૂ કરવા અને ભારતની યુનિફાઇડ પેમેન્ટ્સ સિસ્ટમ (UPI) ને UAE ના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ (IPP) સાથે લિંક કરવા માટે સંમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથેની વ્યાપક વાટાઘાટો દરમિયાન આ બંને મુદ્દાઓ પર સહમતિ બની હતી. તેમજ અબુ ધાબીમાં IIT દિલ્હીનું કેમ્પસ ખોલવા માટે પણ સમજૂતી થઈ છે.

ગયા વર્ષે સમજૂતી બાદ ભારત અને UAE વચ્ચેના વેપારમાં લગભગ 20 ટકાનો વધારો
બેઠક બાદ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મે મહિનામાં વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી અમલમાં આવી ત્યારથી ભારત અને UAE વચ્ચેના વેપારમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે ભારત અને UAE વચ્ચે સ્થાનિક ચલણમાં વેપાર વ્યવહાર શરૂ કરવા માટેનો કરાર બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક સહયોગ અને પરસ્પર વિશ્વાસને દર્શાવે છે. તેમણે કહ્યું કે આ કરાર દ્વિપક્ષીય વેપાર અને રોકાણને મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે, મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળીને હંમેશા આનંદ થાય છે. તેમની ઉર્જા અને વિકાસ પ્રત્યેનો અભિગમ પ્રશંસનીય છે. અમે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવાના માર્ગો સહિત ભારત-UAE સંબંધોને લગતી તમામ બાબતો પર ચર્ચા કરી.

LCSS ઇન્સ્ટોલ કરવાનો ઇરાદો
ભારત અને યુએઈ વચ્ચે સ્થાનિક ચલણમાં વ્યવહાર કરવા પરના એમઓયુમાં સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ (એલસીએસએસ) સ્થાપિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનાથી ભારતીય રૂપિયો અને UAE દિરહમ બંનેને ફાયદો થશે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે એમઓયુ તમામ કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન અને માન્ય મૂડી ખાતાના વ્યવહારોને પણ આવરી લે છે. સ્થાનિક ચલણમાં ટ્રેડિંગ શરૂ થવાથી UAEમાં રહેતા ભારતીય નાગરિકો પાસેથી નાણાં મોકલવામાં પણ ફાયદો થશે. તેમજ ટ્રાન્ઝેક્શન ખર્ચ અને પતાવટના સમયમાં ઘટાડો થશે. બંને દેશોની સેન્ટ્રલ બેંકો તેમની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ - UPI અને IPPને લિંક કરવા માટે કામ કરવા માટે પણ સંમત થઈ છે. આ સાથે, બંને દેશોના કાર્ડ સ્વિચ RuPay અને UAES સ્વિચને લિંક કરવા પર સહમતિ બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

MoU Prime Minister Narendra Modi UAE visit એમઓયુ યુએઈ પ્રવાસ વડાપ્રધાન મોદી PM Modi visits UAE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ