બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Three hospitals in Surat were suspended due to malpractice

ગંભીર ગેરરીતિ / આયુષ્માન યોજનાનો ગેરલાભ ઉઠાવ્યો તો થઈ મોટી કાર્યવાહી, સુરતની ત્રણ હોસ્પિટલ્સ સસ્પેન્ડ

Dinesh

Last Updated: 08:36 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMJAY –MA યોજના અંતર્ગત નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી

  • સુરતની ત્રણ હોસ્પિટલોને ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાઈ
  • નીલકંઠ અને ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ
  • પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી


આયુષ્માન ભારત “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સરકારની ફ્લેગશિપ સ્કીમ હોઈ યોજના અંતર્ગત લાભાર્થીઓ માત્ર સરકારી જ નહિ પરંતુ સંલગ્ન ખાનગી હોસ્પિટલોમાં પણ લાભ મેળવી શકે છે. આયુષ્માન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સંપૂર્ણ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે. PMJAY –MA યોજના  અંતર્ગત નાણાકીય ગેરરીતિ આચરતી સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ અને ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ (OICL) કંપની લીમીટેડની ટીમ દ્વારા હોસ્પિટલોની મુલાકાતમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાઈ આવી હતી

ફાઈલ તસવીર

સુરતની ત્રણ હોસ્પિટલોને ગેરરીતિ મામલે સસ્પેન્ડ કરાઈ
9 જાન્યુઆરીના રોજ “પી.એમ.જે.એ.વાય.-મા” યોજના સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) અને ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લીમીટેડ OICLની ટીમ દ્વારા સુરતની નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલ, ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ અને પરમ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલોમાં ખૂબ જ ગંભીર ગેરરીતિઓ જણાતા હોસ્પિટલોને કારણદર્શક નોટીસ આપી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવી છે.

રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડતા હતા
PMJAY –MA યોજના હેઠળ પાંચ લાખ સુધીની નિયત કરેલ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે તેમ છતા નિલકંઠ હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડ ધરાવતાં અકસ્માત અને ફ્રેકચર થયેલ દર્દીઓને યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા ભરી સારવાર કરાવવાની ફરજ પાડવામાં આવી હતી. ધર્માનંદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં દર્દીઓ માટેની અલાયદી લિફ્ટનો અભાવ હોઇ કોમ્પ્લેક્સની કોમન લિફ્ટ વપરાતી, નીલકંઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ યોજનાના ધારા-ધોરણ મુજબ ન હતો તથા SAFU (સ્ટેટ એ‍ન્ટી ફ્રોડ યુનીટ) અને OICL (ઓરીએ‍ન્ટલ ઇ‍ન્સયોર‍‍ન્સ કંપની લીમીટેડ)ની વિજિલન્સ ટીમની રૂબરૂમાં હોસ્પિટલ દ્વારા યોજનામાં મફત સારવાર આપવાનો ઇન્કાર કરી રોકડા આપી સારવાર કરાવવાની ફરજ પાડી હતી.
પરમ હોસ્પિટલમાં દર્દીઓ પાસે ઘૂંટણના રિપ્લેસમેન્ટની રિવિઝન સારવાર માટે પણ યોજનામાં અંતર્ગત મફત સારવાર મળવાપાત્ર હોવા છતાં રોકડા નાણાં લેવામાં આવી રહ્યા હતા. તથા આયુષ્માન મિત્રને માત્ર ઘૂંટણના રિપ્લેસમેન્ટ અને થાપાના રિપ્લેસમેન્ટ વિષે જ માહિતી હતી અને અન્ય તમામ ઓર્થોપેડિક (હાડકાંને લગતી) સારવાર વિષે કોઈપણ જાણકારી જ ન હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ