બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Three dead bodies found from Ghatlodia, Ahmedabad

મૃતદેહ / અમદાવાદના ઘાટલોડિયામાં 3 વ્યક્તિઓના મોત, ગેસ લીકેજને કારણે ગૂંગળામણથી મૃત્યુ થવાની આશંકા

Kiran

Last Updated: 02:02 PM, 14 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આજે 3 વ્યક્તિઓના મૃતદેહ મળવાથી શહેરમાં ખળભળાટ મચી છે જો કે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે, તમામના મોત ગેસ લીકેજથી થયા હોવાનું અનુમાન છે

અમદાવાદના ઘાટલોડિયામાં 3 વ્યક્તિઓના મોત, ગેસ લીકેજને કારણે ગૂંગળામણથી મૃત્યુ થવાની આશંકા

  • ઘાટલોડિયામાં ગોપાલનગરની ફેકટરીમાંથી 3 મૃતદેહ મળ્યા 
  • ગેસ લીકેજને કારણે ગૂંગળામણથી મૃત્યુ થવાની આશંકા
  • ગુંગળામણથી મૃત્યુ થયાનો પ્રાથમિક અંદાજ: પોલીસ

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આજે 3 વ્યક્તિઓના મૃતદેહ મળવાથી શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનામાં ગેસ લીકેજથી ગૂંગળામણના કારણે મોત થયું હોવાની આશંકા છે. 

પોલીસ ઇન્સ્પેક્ટર વાય.આર વાઘેલાનું નિવેદન

આજે સવારે અમદાવાદમાં ત્રણ વ્યક્તિઓના મોતના માઠા સમાચાર આવ્યાં હતાં. ઘાટલોડિયા વિસ્તારમાં ગોપાલનગરની એક ફેક્ટરીમાં આ ઘટના બની હતી જેમાં પ્રાથમિક ધોરણે ગેસ લીકેજના કારણે ગૂંગળામણથી મોત થવાનું સામે આવી રહ્યું છે. 

15 વર્ષીય હસનનું પણ ઘટનામાં મૃત્યુ થયુ: પોલીસ

આ ઘટનામાં 21 વર્ષીય અસલમ, 45 વર્ષીય ઈબ્રાહિમ અને 15 વર્ષીય હસન નામના ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાં છે. મળતી માહિતી અનુસાર ઘાટલોડિયાના ગોપાલનગર વિસ્તારમાં પફ બનાવતી ફેક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. રાજશ્રીબેન અંકુર પટેલ દ્વારા આ પફની ફેક્ટરી શરૂ કરાઈ હતી. 15 દિવસ પહેલા જ UK's ફૂડના નામે ફર્મ શરૂ કરી હતી. 

અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે: પોલીસ

ઘાટલોડિયાના PI વાય. આર વાઘેલાએ આ અકસ્માત વિશે જણાવતા કહ્યું હતું કે ઘટનામાં 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને હાલ તો ગૂંગળામણથી મોત થયા હોવાનું પ્રાથમિક અંદાજ પ્રમાણે માલૂમ પડી રહ્યું છે. પોલીસે કહ્યું હતું કે આ દુર્ઘટના ઘટી તે જગ્યા ભાડે લેવામાં આવેલી હતી. હાલમાં પોલીસે અકસ્માતે મોત થયા હોવાનો ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ