બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Three days of heavy to very heavy rain forecast in Gujarat

ચોમાસુ 2023 / ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર-દક્ષિણ બધે ફરી વળશે મેઘરાજા, જાણી લો તારીખ

Malay

Last Updated: 01:46 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Weather Forecast: ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

  • રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી 
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી 
  • 'સૌરાષ્ટ્રમાં 18થી 20 સપ્ટેમ્બર સુધી સાવત્રિક વરસાદ થશે'

Rain Forecast in Gujarat: અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ફરીથી વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાતમાં બે સિસ્ટમ સર્જાતા ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. પૂરેપૂરો ઓગસ્ટ મહિનો અને ચાલુ મહિનાના પહેલા અઠવાડિયા સુધી મેઘરાજા રિસાયેલા રહેવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. ત્યારે હવે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ખુશ ખુશ થઈ ગયા છે.  રાજ્યના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો અને સામાન્ય લોકોને હાશકારો થયો છે. ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

36 કલાકમાં બેસી જશે ચોમાસું, આ તારીખોમાં પડશે અતિભારે વરસાદ: જાણો પરેશ  ગોસ્વામીએ હવામાનને લઈને શું કરી આગાહી | Weather expert Paresh Goswami  predicts that monsoon ...

20 તારીખ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે,  લો પ્રેશર મધ્ય-પૂર્વ ગુજરાત પર છે. હાલ વેલમાર્ક લો પ્રેશરની કેટગરીમાં છે. જે મધ્ય, ઉત્તર ગુજરાત અને કચ્છ પરથી થઈને આગળ વધશે. જેના કારણે આજથી 20 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. વરસાદના નવા રાઉન્ડનો 80% વિસ્તારને લાભ મળશે. રાજ્યના 80 ટકા વિસ્તારને વરસાદના ચોથા રાઉન્ડનો લાભ મળશે.

'ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ફરી મેઘરાજાની થશે પધરામણી'
તેઓએ જણાવ્યું છે કે, કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટિ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં 18, 19, 20 તારીખમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ સમયગાળા દરમિયાન મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ થશે. ચોથા રાઉન્ડ બાદ ગુજરાતમાં ફરી પાંચમા રાઉન્ડનો વરસાદ વરસશે. આ રાઉન્ડ બાદ પણ વધુ એક રાઉન્ડ આવશે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વધુ એક રાઉન્ડ આવશે.

આજે ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ
વરસાદને લઈને હવામાન વિભાગે આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં આજે એટલે કે 17 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાંબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અહીં ભારે વરસાદ વરસી શકે છે. 

18 સપ્ટેમ્બરે આ ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ
આ ઉપરાંત આવતીકાલે 18 સપ્ટેમ્બરે ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. 

19 સપ્ટેમ્બરે કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 20મી તારીખ એટલે કે, બુધવારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. એટલે કચ્છમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ