બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / This year the Prime Minister will celebrate Diwali with the jawans of Jammu and Kashmir

ઉજવણી / જય જવાન! PM મોદી આ વખતની દિવાળી ફરી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે મનાવશે, બાદમાં સંબોધન પણ કરશે

Kishor

Last Updated: 11:42 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરના જવાનો સાથે દિવાળી ઉજવણી કરશે. આ દરમિયાન તેઓ સેનાના જવાનોને સંબોધન પણ કરશે.

  • દિવાળી સહિતના પર્વની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ
  • વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરના જવાનો સાથે દિવાળી ઉજવશે
  • સેનાના જવાનોને સંબોધન પણ કરશે

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી સહિતના પર્વની ઉજવણી કરતા હોય છે અને આ વર્ષે પણ આ પરંપરા અકબંધ રાખશે. પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર સરહદ પર જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. આ વર્ષે વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરના જવાનો સાથે દિવાળી ઉજવી શકે છે. આ દરમિયાન તેઓ સેનાના જવાનોને સંબોધન પણ કરશે.

આ વખતે પણ દિવાળી પર સેનાના જવાનોને સરપ્રાઇઝ આપી શકે છે PM મોદી, છેલ્લા 8  વર્ષથી જાળવી રાખી છે પરંપરા | This time too PM Modi can give a surprise to  the

PM મોદીની દિવાળી સૈનિકો સાથે 

પીએમ મોદી લગભગ છેલ્લા 9 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. મહત્વનું છે કે ગત વર્ષે વડાપ્રધાન સૈનિકો સાથે દિવાળી મનાવવા કારગીલ ગયા હતા. જ્યા જવાનો સાથે જુસ્સાભેર પ્રકાસનું પર્વ ઉજવ્યું હતુ. જ્યારે આ વર્ષે પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સેનાના જવાનો સાથે જશે.


મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદી ગત વર્ષે કારગીલ, 2021 માં જમ્મુ અને કાશ્મીરના નૌશેરા સેક્ટર, તથા 2020માં રાજસ્થાનના જેસલમેરમાં દિવાળી મનાવવા ગયા હતા. વધુમાં 2019 માં રાજૌરીમાં સૈનિકોની સાથે નવું વર્ષ ઉજવી તેઓનો જુસ્સો વધાર્યો હતો. તો 2018માં ઉત્તરાખંડના હરસિલ ગામમાં ગયા હતા. આમ તેઓની આ જૂની સિસ્ટમ છે અને તે દર વર્ષે આ નિમિત્તે જ દિવાળીની ઉજવણી કરતા હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ