બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / this farmer achieve world record for organic cultivating in India

વિશ્વવિક્રમ / ઍન્જિનિયરિંગ છોડી ખેતી શરૂ કરી, 7 ફૂટની કોથમીર ઉગાડી ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું

Gayatri

Last Updated: 08:43 PM, 19 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ઓફિસર પોતાની સેટ નોકરી છોડીને ગામડે જઈ વસી જાય દેશ-વિદેશમાં ફરે એટલું જ નહીં પરંતુ જમીન ભાડે રાખે અને સફરજનથી લઈને મરી-મસાલાની સફળ ખેતી કરે તેને જગતનો તાત તેમાં સફળતા મેળવેને વિશ્વવિક્રમ નોંધાવે તે કંઈ જેવી તેવી વાત છે?

  • 7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું
  • આજે તેઓ 8 એકર જમીન પર ફળ અને મસાલાની ખેતી કરે છે. 
  • ત્રણ એકર જમીન પર લગભગ 1000 સફરજનના છોડ વાવ્યા

ઉત્તરાખંડના રાનીખેત બ્લોકના રહેવાસી ગોપાલ દત્ત ઉપ્રેતીનું ભણતર દિલ્હીમાં પૂરૂ થયું છે. સિવિલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમા બાદ બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામ કરવા લાગ્યા. સારી એ કમાણી પણ થઈ રહી હતી. લગભગ 14-15 વર્ષ તેમણે કામ કર્યું, પરિવાર દિલ્હી જ રહેતો હતો. પરંતુ તે પછી જીવનમાં કંઈક એવું થયું કે દિલ્હીની હાઈફાઈ લાઈફસ્ટાઈલને છોડીને ગામડે પાછા ફર્યા. 

આજે તેઓ 8 એકર જમીન પર ફળ અને મસાલાની ખેતી કરે છે. 

ખેતીથી જ વાર્ષિક 12 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા આ દેશના એવા પહેલા ખેડૂત છે જેણે ઓર્ગેનિક ફાર્મિંગ માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે. 47 વર્ષીય ગોપાલ દત્ત કહે છે કે, વર્ષ 2012માં કેટલાક મિત્રોની સાથે હું યુરોપ ગયો હતો. આ દરમિયાન ત્યાં સફરજનના બગીચાઓમાં જવાનું થયું. ત્યાંનું હવામાન, બરફવર્ષા, જમીન ઘણા અંશે મને રાનીખેત જેવી લાગી. મેં વિચાર્યું કે જ્યારે અહીં સફરજન ઉગાડી શકાય છે તો ઉત્તરાખંડમાં પણ કેમ ન ઉગાડી શકાય. મારા માટે આ ટર્નિગ પોઈન્ટ હતો. 

સફરજનની ખેતીની સમગ્ર પ્રોસેસને સમજ્યો

દત્તે જણાવ્યું કે, નેધરલેન્ડથી પાછા ભારત આવ્યા પછી કેટલાય દિવસો મારા મનમાં અસમંજસની સ્થિતિ બનેલી હતી કે શું કરું, કઈ રીતે કરું. પછી મેં એ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો કે આ ખેતી માટે ટ્રેનિંગ ક્યાંથી લેવી, શું પ્રોસેસ હોય છે. જે બાદ હું નેધરલેન્ડ ગયો. ત્યાં અનેક એક્સપર્ટને મળ્યો અને સફરજનની ખેતીની સમગ્ર પ્રોસેસને સમજ્યો. આ દરમિયાન કેટલાક દિવસો માટે ફ્રાંસ પણ જવાનું થયું હતું. ત્યાં પણ સફરજનની ખેતી કઈ રીતે થાય છે એ જોઈ અને કાયદેસર રીતે ત્યાં પણ ટ્રેનિંગ લીધી. 

2014-15માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થઈ ગયો

ગોપાલ જણાવે છે કે જે બાદ મેં નક્કી કરી લીધું કે હવે સફરજનની ખેતી કરવી છે. પરિવારને જણાવ્યું તો બધાંએ વિરોધ કર્યો. પત્નીએ કહ્યું, જામેલું કામ છોડીને રિસ્ક લેવું યોગ્ય નથી. મેં તેને સમજાવી અને ખેતીના ફાયદા અંગે જાણ કરી. જે બાદ હું 2014-15માં દિલ્હીથી રાનીખેત શિફ્ટ થઈ ગયો. પરિવાર અને બાળકો દિલ્હીમાં જ રહી ગયાં. 

ત્રણ એકર જમીન પર લગભગ 1000 છોડ વાવ્યા

રાનીખેત આવ્યા બાદ ભાડાપટ્ટે જમીન લીધી અને ખેતીનું કામ શરૂ કર્યું. મેં વિદેશોમાંથી પ્લાન્ટ મગાવવાને બદલે હિમાચલ પ્રદેશમાંથી જ છોડ મગાવ્યા. ત્રણ એકર જમીન પર લગભગ 1000 છોડ વાવ્યા. એક વર્ષ બાદ એ પ્લાન્ટ્સમાં ફળ તૈયાર થઈ ગયાં. તેઓ જણાવે છે, ફ્રૂટ્સ તૈયાર થયા બાદ અમારી સામે મોટો સવાલ હતો કે હવે આ ફળોને ક્યાં વેચવા. 

જોકે લોકલ માર્કેટમાં અમારા સફરજનની કિંમત યોગ્ય ન હતી. એ બાદ મેં ગૂગલની મદદથી એવાં સ્ટોર અને કંપનીઓ અંગે જાણકારી મેળવી, જેઓ ઓર્ગેનિક સફરજનની ડિમાન્ડ રાખે છે. તેમને ફોન કરીને મારી પ્રોડક્ટ અંગે માહિતી આપી. મોટા ભાગના લોકોએ વિશ્વાસ ન કર્યો, પરંતુ જે લોકોએ શરૂઆતના સમયમાં અમારી પાસેથી સફરજન લીધા તેમનો રિસ્પોન્સ ઘણો જ સારો રહ્યો. બીજી વખતથી કસ્ટમર અને ડિમાન્ડ બંનેમાં વધારો થઈ ગયો. અનેક લોકો તો એડવાન્સ બુકિંગ કરવા લાગ્યા. 

7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

ગોપાલ સફરજનની સાથે સાથે હળદર, લસણ, કોથમીર સહિતના અનેક મસાલાઓની પણ ખેતી કરે છે. તેઓ કહે છે, એક ઈંચ જેટલી જમીન પણ ખાલી ન રહેવી જોઈએ.આ વર્ષે જ તેમણે 7 ફૂટની કોથમીર ઉગાડીને ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કોથમીરની વિશેષતા એ છે કે તેમાં પ્રોડક્શન નોર્મલ કોથમીરથી લગભગ 10 ગણી વધુ થાય છે અને ક્વોલિટી પણ સારી હોય છે. હવે તેઓ એની પેટન્ટ પણ કરાવવાના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ