બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / ગુજરાત / these gujarat based company gives more return on IPO and stock market

સ્ટોક માર્કેટ / ગુજરાતની 5 કંપનીના IPOથી હચમચી ગયું માર્કેટ, માલામાલ થયા રોકાણકારો, જુઓ આખું લીસ્ટ

MayurN

Last Updated: 12:29 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરના ભૂતકાળમાં આઇપીઓ લઇને આવેલી તમામ કંપનીઓ તેમના ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડ થઇ રહી છે. પરંતુ ગુજરાત સ્થિત આ 5 કંપનીઓના આઈપીઓથી રોકાણકારોને ફાયદો થયો છે.

  • ગુજરાતની કંપનીઓએ આપ્યું સારું વળતર 
  • શેરબજારમાં હાલ ડાઉન ટ્રેન્ડ
  • ઘણાં આઈપીઓએ આપ્યું બમણું વળતર 

ગુજરાતની કંપનીઓએ કર્યા માલામાલ 
શેરબજારમાં વિદેશી રોકાણકારોના વેચવાલીના કારણે આજકાલ રોકાણકારો ખુબ નિરાશ થયા છે. શેરના ભાવ ખુબ જ તૂટી રહ્યા છે. તાજેતરના ભૂતકાળમાં આઈપીઓ લઈને આવેલી તમામ કંપનીઓ તેમના ઇશ્યૂ પ્રાઇસથી નીચે ટ્રેડ કરી રહી છે. જેનું સૌથી મોટું ઉદાહરણ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો આઈપીઓ છે, જેનો સ્ટોક લિસ્ટિંગ બાદ સતત ઘટી રહ્યો છે અને તેના ઈશ્યૂ પ્રાઈસથી 25 ટકાથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. પરંતુ બજારમાં આ ઘટાડા છતાં ગુજરાત સાથે સંકળાયેલી તમામ કંપનીઓએ આઈપીઓ લાવી એણે સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાત સાથે સંકળાયેલી કંપનીઓ પર એક નજર કરીએ, જેનું તાજેતરમાં જ શેરબજારમાં લિસ્ટિંગ થયું છે અને આ કંપનીઓએ રોકાણકારોને સારું વળતર પણ આપ્યું છે.

અદાણી વિલ્મર આઈપીઓ
અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મરને 8 ફેબ્રુઆરીએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવામાં આવ્યો હતો. કંપનીએ ઇશ્યૂ પ્રાઇસ 230 રૂપિયા નક્કી કરી હતી. અને હવે અદાણી વિલ્મરનો શેર 632 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે અદાણી વિલ્મરના આઈપીઓએ રોકાણકારોને 174 ટકા વળતર આપ્યું છે. અદાણી વિલ્મરનો શેર પણ રૂ.878 ના ટોપ ટોચ પર પહોચેલો છે.

રોલેક્સ રિંગ્સ આઈપીઓ
ગુજરાતની કંપની રોલેક્સ રિંગ પણ તાજેતરમાં જ પોતાનો આઈપીઓ લઈને આવી હતી. કંપનીએ 880થી 900 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ નક્કી કરી હતી. લિસ્ટિંગ બાદ રોલેક્સ રિંગ 1624 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. એટલે કે કંપનીએ રોકાણકારોને 80 ટકા રિટર્ન આપ્યું છે. હાલ આ શેર 1401 રૂપિયા એટલે કે તેના ઈશ્યૂ પ્રાઈસથી 60 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે.

તત્વ ચિંતન આઈપીઓ 
તત્વ ચિંતનનું લિસ્ટિંગ સ્ટોક એક્સચેન્જ પર ખુબ જ સરસ થયું હતું. 1083 ના ઇશ્યૂ પ્રાઇસનો સ્ટોક રૂ.2111ના ભાવે લિસ્ટ થયો હતો. કંપનીએ 2977 રૂપિયાના ઉચ્ચતમ સ્તરને પણ સ્પર્શ કર્યો છે. હાલ તત્વ ચિંતનના શેર 2197 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે. એટલે કે આઈપીઓએ તેના રોકાણકારોને 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

અમી ઓર્ગેનિક્સનો આઈપીઓ
ગુજરાતની કંપની અમી ઓર્ગેનિક્સના આઈપીઓથી પણ રોકાણકારોને ફાયદો થયો છે. અમી ઓર્ગેનિક્સે ઇશ્યૂ પ્રાઇસ 610 રૂપિયા નક્કી કરી હતી. 910ના લિસ્ટિંગ બાદ શેર રૂ.1434 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. હાલ આ શેર 895 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે તેના આઈપીઓના અપર બેન્ડથી 46 ટકા ઉપર છે.

એક્સારો ટાઇલ્સ આઇપીઓ
ગુજરાત સ્થિત કંપની એક્સારો ટાઇલ્સના આઇપીઓએ પણ તેના રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપ્યું છે. કંપનીએ 118 થી 120 રૂપિયા ઈશ્યૂ પ્રાઇસ નક્કી કરી હતી. લિસ્ટિંગ 126  રૂપિયા પર હતું. બાદમાં એક્સારો ટાઇલ્સનો શેર 44 ટકા ઉછળીને રૂ.173ની નજીક પહોંચી ગયો હતો. હાલ આ શેર 112 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ