બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / these 5 Tv actress struggling for professional work after corona rubina dilaik

મનોરંજન / કોરોનાએ કામ પણ છીનવ્યું, ટેલિવિઝનમાંથી ગાયબ થઈ આ 5 અભિનેત્રી, કામ મળવાના ફાંફાં, 2 નામ ચોંકાવનારા

Manisha Jogi

Last Updated: 05:00 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના પછી અનેક ટીવી એક્ટ્રેસ પાસે કામ નથી. 5 એવી ટીવી એક્ટ્રેસ જેઓ પ્રોફેશનલી સ્ટ્રગલ કરી રહી છે. આ પાંચ અભિનેત્રીમાંથી 2 નામ એવા છે, જે જાણીને તમે ચોંકી જશો.

  • અનેક ટીવી એક્ટ્રેસ પાસે કામ નથી. 
  • 5 એવી ટીવી એક્ટ્રેસ જે પ્રોફેશનલી સ્ટ્રગલ કરે છે.
  • 2 અભિનેત્રી એવી જેના નામ જાણીને ચોંકી જશો. 

ટીવી ઈન્ડસ્ટ્રીમાં હજારો કલાકાર કામ કરે છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર કલાકારો પૈસાની સાથે સાથે લોકપ્રિયતા પણ મેળવે છે. છેલ્લા એક દાયકામાં ટીવી કલાકારોને વધુ લોકપ્રિયતા મેળવી રહ્યા છે. અનેક ટીવી એક્ટ્રેસ બોલીવુડ એક્ટ્રેસ કરતા પણ વધુ ફી લઈ રહી છે. આ ટીવી અભિનેત્રીઓને ઘરે ઘરે ઓળખાણ મળી છે અને તેમને તેમના રિઅલ નામથી નહીં પરંતુ ઓન સ્ક્રીન નામથી ઓળખવામાં આવે છે. કોરોના પછી અનેક ટીવી એક્ટ્રેસ પાસે કામ નથી. અહીંયા અમે તમને 5 એવી ટીવી એક્ટ્રેસ વિશે જણાવી રહ્યા છીએ, જેઓ પ્રોફેશનલી સ્ટ્રગલ કરી રહ્યા છે. આ પાંચ અભિનેત્રીમાંથી 2 નામ એવા છે, જે જાણીને તમે ચોંકી જશો. 

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પ્રોફેશનલી સ્ટ્રગલ કરી રહી છે. તેમણે ‘જમાઈ રાજા’, ‘એક હજારો મેં મેરી બહના હૈ’ અને ‘નાગિન 4’ જેવા સુપરહિટ શો કરીને લોકપ્રિયતા મેળવી છે. ગયા વર્ષે તેમણે ‘ઝલક દિખલાજા સીઝન 10’માં ભાગ લીધો હતો, પરંતુ હાલમાં તેમની પાસે કોઈ કામ નથી. 

અંકિતા લોખંડે આ બાબતે અગાઉ ચર્ચા કરી હતી. તેમણે ‘પવિત્ર રિશ્તા’ સીરિયલમાં કામ કરીને પુરુષ વર્ગની સાથે સાથે મહિલા વર્ગમાં પણ લોકપ્રિયતા મેળવી હતી. વિક્કી જૈન સાથે લગ્ન કર્યા પછી તેઓ ‘સ્માર્ટ જોડી’માં જોવા મળી હતી, પરંતુ હાલમાં નાના પડદા પરથી ગાયબ થઈ ગયા છે. 

ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર હાલમાં પોતાની પ્રેગનેન્સી એન્જોય કરી રહી છે. તેણે ‘સસુરાલ સિમર કા’માં એક્ટીંગ કરીને ઘરે ઘરે લોકપ્રિયતા મેળવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી આ અભિનેત્રી યૂટ્યૂબ પર એક્ટીવ છે, પરંતુ ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે. 

દિવ્યાંકા ત્રિપાઠીએ ‘યે હે મોહબ્બતે’ સીરિયલથી લોકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું હતું. આ શો અને લગ્ન કર્યા પછી તેઓ સ્ક્રિપ્ટ બાબતે ખૂબ જ ચૂઝી થઈ ગયા છે. તેઓ છેલ્લા ખતરો કે ખિલાડીમાં જોવા મળ્યા હતા, ત્યાર પછી નાના પડદા પરથી ગાયબ છે. 

રૂબીના દિલૈકે ‘છોટી બહૂ’, ‘શક્તિ’ જેવી અનેક સુપરહિટ સીરિયલ કરી છે. બિગબોસ 14ની વિનર પણ રહી ચૂકી છે. ગયા વર્ષે ખતરો કે ખિલાજી 12માં ભાગ લીધો હતો. ત્યારબાદથી તેમની પાસે કોઈ કામ નથી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ