બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / There is an air of qualification in politics, why casteism prevailed! What is the ticket award criteria
Dinesh
Last Updated: 10:37 PM, 31 March 2024
ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. લોકશાહીની એ સુંદરતા છે કે જેમાં આપણને અધિકાર છે આપણા જનપ્રતિનિધી ચૂંટવાનો. રાજકીય પક્ષો આપણી સામે જે ચહેરા મુકે તેમાંથી આપણે તેમને પસંદ કરીએ છીએ. એટલે આમ જોવા જઇએ તો એક રીતે એમ કહી શકાય કે લોકશાહીમાં આપણને જનપ્રતિનીધી પસંદ કરવાનો અવકાશ છે પણ સિક્કાની બીજી બાજુ એ છે કે રાજકીય પક્ષ જે ચહેરા મેદાને ઉતારે તેમાંથી જ આપણે પસંદગી કરવી પડે છે. હવે બદલાયેલા સમયમાં રાજકીય પક્ષો ઉમેદવાર તેની લાયકાતથી પસંદ કરે છે કે પછી જીતની શક્યતાઓ જોઇને તે સૌથી મોટો પ્રશ્ન બને છે. ભરત કાનાબારે આજે એક ટ્વીટ કર્યું અને તેમાં તેમણે આવો જ કોઇ સવાલ ઉપસ્થિત કર્યો છે. રાજકીય પક્ષો જ્ઞાતિ-જાતિના આધારે જ ઉમેદવાર ઉભા રાખે છે તેમાં અન્ય લાયકાતો તો ક્યાંક ક્યાંક નજર અંદાજ થતી રહે છે. આમાં લાયકાત વાળા કાર્યક્તાઓને ક્યાંક અન્યાય થતો હોય છે અને જનતા માટે પણ આ મુદ્દાને કારણે જનપ્રતિનીધીની પસંદગીમાં અવકાશ ઘટી જતા હોય છે
ADVERTISEMENT
ભાજપના નેતા ડૉ.ભરત કાનાબારનું ટ્વીટ ચર્ચામાં આવ્યું
ટ્વીટનો કેન્દ્રવર્તી વિચાર ચર્ચા જગાવે એવો હતો. રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીના માપદંડમાં ફેરવિચારણા કરવી કે કેમ? ઉમેદવારોની પસંદગી લાયકાત કરતા જ્ઞાતિ સમીકરણના આધારે વધુ થાય છે. મુશ્કેલી એ થાય કે બૌદ્ધિક ક્ષમતા ધરાવતા નેતા જ્ઞાતિ સમીકરણમાં બંધબેસતા નથી. જે બેઠક ઉપર જે જ્ઞાતિનો પ્રભાવ વધુ તે જ્ઞાતિના ઉમેદવારની પસંદગીને પ્રાધાન્ય આપે છે. સવાલ એ છે કે પસંદગી વખતે જ્ઞાતિ સમીકરણો જ વધુ ધ્યાને શા માટે લેવાય? તંદુરસ્ત લોકશાહી માટે ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતા અને લાયકાત ધ્યાને કેમ ન લેવાય?
ADVERTISEMENT
ભરત કાનાબારના ટ્વીટનો ભાવાર્થ શું?
ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિવાદ હાવી છે. જ્ઞાતિવાદને કારણે યોગ્ય ઉમેદવારને તક મળતી નથી. લાયક ઉમેદવાર માટે કોઈ બેઠક ફાળવાય એવું બનતું નથી. પ્રમાણિકતા, રાષ્ટ્રવાદ, પક્ષ પ્રત્યેની નિષ્ઠા જેવી વાતનું કોઈ મૂલ્ય નથી. કોઈપણ બેઠક ઉપર કઈ જ્ઞાતિના મત વધુ એ જ જોવામાં આવે છે. ઉમેદવારનો જ્ઞાતિગત પ્રભાવ વધુ છે કે કેમ તે જ માપદંડ
જ્ઞાતિ સમીકરણ હાવી કેમ?
ચૂંટણી આવે એટલે વિવિધ જ્ઞાતિઓ દબાણનું રાજકારણ રમે છે. પોતાની જ્ઞાતિના ઉમેદવારો મુકાય તેવી માગ કરવામાં આવે છે. જે જ્ઞાતિના મત વધુ તેનું વજન પડે છે. રાજકીય પક્ષો પણ ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિગત સમીકરણ ધ્યાને લે છે. આવા સમયે બૌદ્ધિક ઉમેદવારો માટે સીધી ચૂંટણીનો વિકલ્પ ઓછો બચે છે. બૌદ્ધિક ઉમેદવારો માટે પક્ષ મોટેભાગે રાજ્યસભાના દરવાજા ખોલે છે
વાંચવા જેવું: ગુજરાતનો ગોળ ગધેડાનો મેળો: વૃક્ષ ચઢતા યુવકોને યુવતીઓ મારે છે સોટીથી માર, કારણ રસપ્રદ
સુરેન્દ્રનગર અને ભાવનગરમાં શું થયું?
સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે. લીંબડીમાં તળપદા કોળી સમાજના આગેવાનોનું સંમેલન યોજાયું અને તળપદા કોળી સમાજે અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાની તૈયારી બતાવી છે. ભાવનગરમાં ચુંવાળિયા કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. ચુંવાળિયા કોળી સમાજનો શિક્ષિત ઉમેદવાર ઉભો રાખવા માગ કરવામાં આવી છે. ભાજપે ભાવનગરમાં તળપદા કોળી નિમુબેન બામણિયાને ટિકિટ આપી છે. સુરેન્દ્રનગરમાં ભાજપે ચુંવાળિયા કોળી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે. સ્થિતિ એવી બની છે કે ચુંવાળિયા અને તળપદા કોળી સામસામે આવી ગયા છે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.