બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The victim's family told the story of the Patel couple trapped in Iran

અપહરણ / પીડિતના પરિવારે જણાવી ઈરાનમાં ફસાયેલા પટેલ દંપતીની આપવીતી, વ્હોટ્સએપ પર વીડિયો આવ્યો, જુઓ પછી શું કર્યું

Priyakant

Last Updated: 10:17 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમેરિકા જવાની લાલચે ઈરાનમાં ફસાયેલા અમદાવાદના દંપતી સરકારના પ્રયાસથી આખરે અમદાવાદ પરત ફર્યું, નિશાના ભાઇએ VTV NEWSને જણાવી આપવીતી

  • પટેલ દંપતી ગુજરાત પહોંચ્યું, વિદેશી એજન્ટોએ કર્યું હતું અપહરણ
  • RAW-IBએ પટેલ દંપતીને છોડાવ્યા, US જવાની લાલચમાં થયા હતા કીડનેપ
  • દંપતીના ઘરે પહોંચી VTV NEWSની ટીમ, નિશા નામની યુવતી મૂળ મહેસાણાની 
  • નિશાના ભાઇએ VTV NEWSને જણાવી આપવીતી, પરિવારજનો દપંતીને મળવા થયા રવાના

અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો છે. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયા બાદ ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી છે. અમદાવાદના પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલને અમેરિકા જવાની ઘેલછા ભારે પડી છે. પરંતુ હાલ દંપતિ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. 

અમેરિકા જવાની લાલચે ઈરાનમાં ફસાયેલા અમદાવાદના દંપતી સરકારના પ્રયાસથી આખરે અમદાવાદ પરત ફર્યું છે. અને હાલ બંને દંપતીની ગાંધીનગર ખાતે  આવેલ એસ. કે. હોસ્પિટલ સારવાર ચાલી રહી છે. જોકે હોસ્પિટલ ખાતે વીટીવી ન્યૂઝની ટીમ પણ પહોંચી હતી.. અને દંપતીની તબિયતને લઈને હોસ્પિટલના ડોક્ટર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો..

એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીની ધરપકડ 
આ કેસમાં દંપતીને UAS મોકલવાનું પ્લાનિંગ ઘડનાર એજન્ટ અભય રાવલ અને પિન્ટુ ગોસ્વામીની પણ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી લીધી છે. અને હાલ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અહીં આપને એ પણ જણાવી દઈએ કે, ઈરાનમાં અપહરણ કરાયેલા આ દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદથી મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને સફળતા મળી છે. દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. જે બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું.

દંપતીના ઘરે પહોંચી VTV NEWSની ટીમ
મહેસાણામાં ગુજરાતી દંપતી અપહરણની ઘટના વચ્ચે VTV NEWSની ટીમ દંપતીના ઘરે પહોંચી હતી. મહત્વનું છે કે, ઇજાગ્રસ્ત દંપતી હેમખેમ અમદાવાદ પરત ફર્યુ છે. અગાઉ ઇરાનમાં આ દંપતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદમાં યુવકને બ્લેડના ઘા મારી ખંડણી માગવામાં આવી હતી. વિગતો મુજબ નિશા નામની યુવતી મૂળ મહેસાણાની છે. જે બાદમાં હવે નિશાના ભાઇએ VTV NEWSને આપવીતી જણાવી હતી.  આ તરફ હવે પરિવારજનો દપંતીને મળવા રવાના થયા છે. 

નિશા પટેલનો ભાઈ

શું હતો સમગ્ર મામલો ? 
અમદાવાદના દંપતી સાથે રુંવાડા ઉભા કરી દે તેવો બનાવ બન્યો હતો. અમેરિકા જવાના મોહમાં અમદાવાદના દંપતીનું ઈરાનમાં કિડનેપ થયું હતું. એજન્ટે દંપતીને USA મોકલવાને બદલે ઈરાન મોકલી દીધું હતું. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા. વીડિયોમાં યુવક લોહીથી લથપથ હાલતમાં જોવા મળી રહ્યો હતો.આ મામલે અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી હતી. 

આ તરફ ઈરાનમાં અપહરણ કરાયેલા ગુજરાતી દંપતીને RAW, IB અને ઈન્ટરપોલની મદદ મુક્ત કરાવવામાં ગુજરાત સરકારને અભૂતપૂર્વ સફળતા મળી હતી. દંપતીના અપહરણના સમાચાર મળ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઈરાન ખાતેના ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. સાથે જ તેમણે RAW, IB અને ઈન્ટરપોલ પાસે પણ મદદ માંગી હતી. જે બાદ અપહરણકર્તાની ચુંગાલમાંથી દંપતીને મુક્ત કરાવ્યું હતું. જે બાદ પીડિતના પરિવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓનો આભાર માન્યો છે. મહત્વનું છે કે, પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં અમદાવાદના દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. અત્યાચારનો વીડિયો સામે આવ્યા બાદ દંપતીને મુક્ત કરાવાયું છે.

વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ 
આ તમામ ગતિવિધિઓની વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંકજ પટેલ અને નીશા પટેલને વિદેશ મોકલનારા એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટની ધરપકડ બાદ તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછમાં સામે આવ્યું છે કે, નવા નરોડા ખાતે રહેતા સંકેત પટેલના ભાઈ-ભાભીએ ગાંધીનગર સરગાસણ ખાતેના એક એજન્ટ દ્વારા 1.15 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગરના એજન્ટે હૈદરાબાદના એજન્ટને દંપતીને અમેરિકા મોકલવાનું કામ સોંપ્યું હતું. તેમને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. જોકે, અમેરિકા જવાના બદલે ઈરાનમાં તેમનું અપહરણ થયું હતું. પાકિસ્તાની એજન્ટે તહેરાનની હોટલમાં દંપતીને બંધક બનાવ્યું હતું. બંધક બનાવી એજન્ટે દંપતી પર અત્યાચાર કર્યો હતો. જે બાદ ત્યાંથી યુવકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ