ઉત્તરાખંડ સ્થિત કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર શનિવારે ઉખીમઠમાં પરંપરાગત પૂજા બાદ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટે શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ મંદિરના દ્વાર ખુલશે. મંદિરના દ્વાર 25 એપ્રિલે સવારે 6.20 કલાકે ખુલશે.