બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The tradition of flying god Chakali in Uttarayan in tribal panthak, this is how the next year's event is seen

શુકનિયાળ / આદિવાસી પંથકમાં ઉત્તરાયણે દેવ ચકલી ઉડાડવાની પરંપરા, આ રીતે જોવાય છે આગામી વર્ષનો વરતારો

Vishal Khamar

Last Updated: 07:36 PM, 14 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે આજના દિવસે દેવ ચકલી ની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે અને તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે.

  • ઉત્તરાયણનું પર્વ એ પતંગ દોરી સહિત દાન અને પૂણ્ય અવસર મનાય છે
  • આદિવાસીઓ માટે ઉતરાયણ આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ 
  • આજના દિવસે દેવ ચકલી ની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે

 ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ એ પતંગ દોરી સહિત દાન અને પૂણ્ય અવસર મનાય છે પરંતુ સાબરકાંઠામાં આદિવાસી વિસ્તાર માટે ઉતરાયણ તે આગામી વર્ષનો વરતારો જોવાનો દિવસ છે આજના દિવસે દેવ ચકલી ની પૂજા કરી તેને ઉડાડવામાં આવે છે અને તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરાય છે. જે મુજબ આજે પણ સાબરકાંઠાના ઇડર તાલુકાના આદિવાસી વિસ્તારમાં દેવ ચકલી ની પૂજા કરી તે ઉડાડતા તે લીલા વૃક્ષો પર બેસતા આગામી વર્ષ તમામ માટે ફળદાયી તેઓ દેવ ચકલી એ વરતારો આપ્યો છે.

દેવ ચકલીની પૂજા કર્યા બાદ તેને ઉડાડવામાં આવી

દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ સ્થાનિક વિસ્તાર માટે શુકનિયાળ રહેશે
સાબરકાંઠાના ઇડર તાલુકા ના ધોળીયા અને સીયાસણ વિસ્તારમાં વર્ષોની પરંપરા અનુસાર ઉત્તરાયણનું પર્વ ઉજવાય છે. જે અંતર્ગત આજે સ્થાનિક આદિવાસી લોકોએ દેવ ચકલી ને પકડી તેની પૂજા કરી હતી. તલ ગોળ ખવડાવી ત્યારબાદ ખુલ્લા વિસ્તારમાં તેને ઉડાડી મૂકતા દેવ ચકલી ઉડીને લીલી ડાળી ઉપર બેસતા આગામી વર્ષ સારા વરસાદની સાથે સાથે દરેક વ્યક્તિ માટે ફળદાયી બની શકે તેઓ વધારો આપ્યો છે. જોકે દેવ ચકલી સૂકા લાકડા ઉપર બેસે તો આગામી વર્ષ વરસાદ વિનાનું તેમજ અપશુકનિયાળ ગણાય છે. જોકે આજે દેવ ચકલી ઉડાડતાં તે લીલા વૃક્ષ ઉપર બેસતા આગામી વર્ષ સ્થાનિક વિસ્તાર માટે શુકનિયાળ બની રહેશે તેવું માનવામાં આવે છે.

દેવ ચકલી ઉડાડ્યા બાદ લોકોએ ઉજવણી કરી

સ્થાનિકો દ્વારા આજના દિવસની ઉજવણી કરાઈ

સ્થાનિકો તલ, ગોળ સિગ દાણા ખજૂર ખાઈ અને નાચ ગાણ કરી આજના દિવસની ઉજવણી કરે છે. જોકે આગામી વર્ષ સારુ રહેવાની દેવ ચકલી એ આપેલા વધારાથી સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી છે જોકે આ પરંપરા હવે દિન-પ્રતિદિન લુપ્ત થઈ રહી છે તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં હવે માત્ર સાબરકાંઠાના વિજયનગર પૂરતી જ મર્યાદિત બની રહી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ