બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The students liked this Gandhijiri of the Governor of Gujarat

કવાયત / ગુજરાતનાં રાજ્યપાલની આ ગાંધીગીરી વિદ્યાર્થીઓને ગમી, ચાર જ દિવસમાં જુઓ કઈ રીતે બદલાઈ ગઈ તસવીર

Priyakant

Last Updated: 03:48 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા છેલ્લા 4 દિવસમાં વિદ્યાપીઠમાંથી 40 ટ્રક કચરાનો નિકાલ કરાયો

  • ગુજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સફાઈ અભિયાન
  • છેલ્લા 4 દિવસમાં વિદ્યાપીઠમાંથી 40 ટ્રક કચરાનો કરાયો નિકાલ
  • છેલ્લા 4 દિવસમાં વિદ્યાપીઠમાં અનેક આવ્યા બદલાવ
  • જ્યાં કચરો હતો ત્યાં વિદ્યાપીઠમાં થયું વૃક્ષારોપણ, વિદ્યાપીઠની બદલાઈ રહી છે તસ્વીર

અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા છેલ્લા 4 દિવસમાં વિદ્યાપીઠમાંથી 40 ટ્રક કચરાનો નિકાલ કરાયો છે. અગાઉ બાપુ સ્થાપિત વિદ્યાપીઠમાં કચરાને જોઈ રાજ્યપાલ પણ વ્યથિત થયા હતા. જોકે હવે જ્યાં કચરો હતો ત્યાં વિદ્યાપીઠમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. 

4 દિવસમાં વિદ્યાપીઠમાં અનેક બદલાવ

ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા 4 દિવસમાં અનેક બદલાવ સામે આવ્યા છે. જ્યાં કચરો હતો ત્યાં વિદ્યાપીઠમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.  રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાપીઠમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવતા છેલ્લા 4 દિવસમાં વિદ્યાપીઠમાંથી 40 ટ્રક કચરાનો નિકાલ કરાયો છે. વિદ્યાપીઠની તસ્વીર બદલાતી હોય તેમ હવે સફાઈ અભિયાનથી વિદ્યાર્થીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

તાજેતરમાં જ મહાત્મા ગાંધીજીના સપનાને સાકાર કરનાર સંસ્થાન ગુજરાત વિદ્યાપીઠ પરિસરની ગંદકી જોઈને રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી એટલા દુઃખી અને વ્યથિત થયા છે કે, તેઓ સ્વયં હાથમાં પાવડો-ઝાડુ લઈને વિદ્યાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. અગાઉ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈકર્મીઓ સાથે મળીને વિધાપીઠના પરિસરમાં જાતે શ્રમયજ્ઞ કરીને સફાઈ કરી હતી.

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ છેલ્લા પંદર દિવસથી વિધાપીઠ પરિસરમાં સ્વચ્છતા અભિયાન ઉપાડ્યું છે. પોતાની જાતને 'ગાંધીયન' ગણાવતા વ્યવસ્થાપકોની વ્યવસ્થામાં ગુજરાત વિદ્યાપીઠ સ્વચ્છતાની દ્રષ્ટિએ ગંદકીનું ઘર બની ગઈ છે. પૂજ્ય ગાંધીજીનું આદર્શ વાક્ય હતું કે, "આપણા શૌચાલયો એટલા સ્વચ્છ હોવા જોઈએ કે, ત્યાં બેસીને સંધ્યા-પૂજા કરવાનું મન થાય." તેને બદલે ગુજરાત વિદ્યાપીઠના છાત્રાલયોના શૌચાલયો અને સ્નાનાગાર પૂર્ણતઃ ગંદકીથી ભર્યા પડ્યા છે. સ્નાનગૃહોમાં તમાકુના પાઉચ, તૂટેલી પાઇપો અને છાત્રાલયની ગંદી દીવાલો, તૂટેલા પંખા, વિદ્યાર્થીઓના બેહદ ગંદા બિસ્તર અને પારાવાર ગંદકી જોઈને આચાર્ય દેવવ્રતજી અત્યંત વ્યથિત થયા હતા.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીના આદર્શો પર ચાલતી સંસ્થામાં ભણતા અને રહેતા વિદ્યાર્થીઓ તમાકુનું સેવન તો ન જ કરતા હોવા જોઈએ. તેને બદલે છાત્રાલયની દિવાલો પર તમાકુની થૂંકની પિચકારીઓ અને લાલ થઈ ગયેલી ફર્શ જોઈને આચાર્ય દેવવ્રતજી ખૂબ દુઃખી થયા હતા. અગાઉ એકાએક ગુજરાત વિદ્યાપીઠ પહોંચ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 25 થી 30 જેટલા સફાઈ કામદારોને બોલાવીને સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ