બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Soni family was robbed in the old disa of Banaskantha

ફિલ્મી ઢબે લાખોની લૂંટ / સ્પેશ્યલ-26 જેવો કેસ ગુજરાતમાં ખરેખર બન્યો! રેડના નામે બનાસકાંઠામાં જુઓ કેવી લૂંટ

Malay

Last Updated: 12:58 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના જૂના ડીસામાં સોની પરિવાર લૂંટાયો છે. કારમાં આવેલા ઈસમો ઇનકમટેક્સ અધિકારીઓની નકલી ઓળખ આપી લૂંટ ચલાવી ફરાર થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

  • બનાસકાંઠામાં ડીસાના જૂના ડીસા ગામની ઘટના
  • નકલી ઇનકમટેક્સ અધિકારીઓએ સોની પરિવારને લૂંટયો
  • સ્વીફ્ટ કારમાં આવેલ અજાણ્યા 5 શખ્સોએ કરી રેડ 

ચોરોએ હવે ચોરી અને લૂંટ માટે નવી પદ્ધતિ અપનાવી છે. શાતીર ચોર હવે તેમનો પ્લાન પાર પાડવા માટે ફિલ્મી સ્ટાઈલો અપનાવી રહ્યા છે. ફિલ્મની કહાનીની જેમ છેલ્લા કેટલાક દિવસોમાં દેશના અલગ-અલગ શહેરોમાં લૂંટની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી પણ આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં આવકવેરા અધિકારી બનીને કેટલાક ઠગોએ એક સોનાના ઘરમાં ઘૂસીને લૂંટ ચલાવી હતી.

ફિલ્મ સ્પેશિયલ 26 જેવી જ ઘટના 
વર્ષ 2013માં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને અનુપમ ખેરની એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મ (સ્પેશિયલ 26)માં  અક્ષય કુમાર અને અનુપમ ખેર સહિતની ટીમ દેશના અલગ-અલગ વિસ્તારમાં નકલી ACB, ઇન્કમટેક્સ અને પોલીસ અધિકારી બનીને લોકોને છેતરતા હોય તેવું બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જેવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે.

ઇન્કમટેક્સ અધિકારી તરીકે આપી હતી ઓળખ 
બનાસકાંઠા જિલ્લાના જૂના ડીસા ખાતે રહેલા અને શ્રી રામ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ધરાવતા સોનીના ઘરે સ્વીફ્ટ કારમાં સવાર થઈને અજાણ્યા 5 શખ્સો આવ્યા હતા. આ દરમિયાન આ તમામે  ઇન્કમટેક્સ અધિકારી તરીકેની ઓળખ આપી હતી. 

ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ત્યારબાદ ઘરના તમામ કબાટોની ચાવી ચેકિંગ માટે લઇ ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ લઇ લૂંટારૂઓ રફૂચક્કર થઇ ગયા હતાં. જે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા તરત જ વેપારીએ પોલીસને સંપૂર્ણ માહિતી આપી અને ફરિયાદ નોંધાવી હતી. હાલ ડીસા તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ