સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી ગઈ છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે.
મહારાષ્ટ્રના રાજકીય સંઘર્ષ પર સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી
સુપ્રીમ કોર્ટે સ્પિકરને હાલમાં કોઈ નિર્ણય લેતા રોક્યા
સુપ્રીમ કોર્ટમાં નવી બેન્ચનું ગઠન થશે, જે ટૂંક સમયમાં જ થશે
સુપ્રીમ કોર્ટમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથને મોટી રાહત મળી ગઈ છે. કોર્ટે કહ્યું કે, નવા સ્પિકર હાલમાં કોઈ પણ ધારાસભ્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરી શકે. ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે, તેમના વિરુદ્ધ અયોગ્યતાના કાર્યવાહી થઈ શકે છે. સીજેઆઈ એનવી રમણાએ કહ્યુ કે, સ્પિકરને જણાવી દો કે હાલમાં કોઈ કાર્યવાહી ન કરે, આ કેસ માટે બેન્ચનું ગઠન કરવામાં આવશે. જે ટૂંક સમયમાં થશે, હાલમાં કોઈ તારીખ આપી શકે નહીં.
Supreme Court asks Solicitor General to inform Maharashtra Assembly Speaker to not take any decision unless the plea is decided by SC.
SC says this matter will require the constitution of a bench & will take some time to be listed. The matter will not be listed tomorrow.
સીજેઆઈની ટિપ્પણી બાદ ઉદ્ધવ જૂથ તરફથી હાજર થયેલા વકીલ કપિલ સિબ્બલે દલીલ આપી હતી કે, 39 ધારાસભ્યોની અયોગ્યતા મામલા પર સુનાવણીને સુપ્રીમ કોર્ટે 27 જૂનના બદલે 11 જૂલાઈએ કરવા કહ્યું હતું. પણ તે આજેય નથી થઈ શક્યું. સીજેઆઈએ કહ્યું કે, સ્પિકરને સૂચિત કરવામાં આવે કે, ધારાસભ્યો વિરુદ્ધ કોઈ એક્શન અથવા સુનાવણી હાલમાં ન કરે. કોર્ટમાં ચુકાદો આવે ત્યાં સુધી તેને સ્થગિત રાખવામાં આવે.
મહારાષ્ટ્ર વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે SCમાં જવાબ દાખલ કર્યો હતો કે, 3 જૂલાઈના રાહુલ નાર્વેકરને વિધાનસભા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા છે. હવે તેમને અયોગ્યતાનો મામલો જોવાનો છે. ત્યારે આવા સમયે ડેપ્યુટી સ્પીકર તરફથી મોકલવામાં આવેલી નોટિસને પડકાર આપતી ધારાસભ્યો અરજીનું SCમાં નિવારણ કરી દો અને નવા સ્પિકરને અયોગ્યતા પર નિર્ણય લેવા દો.
ડેપ્યુટી સ્પિકરે આપ્યું હતું એફિડેવિટ
આ બાજૂ સુનાવણી પહેલા ડેપ્યુટી સ્પિકર નરહરિ જિરવાલે એફિડેવિટ રજૂ કર્યું હતું. જિરવાલે કહ્યું કે, 16 ધારાસભ્યોને 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. પણ તેમને 24 કલાકમાં જ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 26 જૂને સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરનારી નોટિસ પર સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે ડેપ્યુટી સ્પિકરને શિવસેના, કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસને જવાબ દાખલ કરવા માટે કહ્યું હતું.