બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / The policeman deploying Rauf in Surat fit in jail! This scandal was committed by going to a medical store

ધરપકડ / સુરતમાં રૌફ જમાવતો પોલીસકર્મી ખુદ જેલમાં ફિટ! મેડિકલ સ્ટોર પર જઈને કર્યો હતો આ કાંડ

Vishal Khamar

Last Updated: 05:35 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પુણા વિસ્તારમાં મેડિકલ સ્ટોરના માલિકને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પોલીસકર્મીએ 50 હજારનો તોડ કર્યો હોવાની પોલીસ કમિશનરમાં ફરિયાદ થઇ હતી. આ મામલે મેડીકલ સ્ટોરના વેપારીએ પુણા પોલીસમાં ફરિયાદ આપી છે

  • સુરતમાં મેડિકલ સ્ટોર માલિકને આપી ડ્રગ્સ કેસમાં  ફસાવવાની ધમકી
  • પોલીસકર્મીએ 50 હજારનો તોડ કર્યો હોવાની થઈ હતી ફરિયાદ
  • પોલીસકર્મી સહિત 5 શખ્સો સામે નોંધાયો ખંડણીનો ગુનો

 સુરતમાં પુણા પોલીસે મેડિકલ સ્ટોરનાં માલિકની ફરિયાદનાં આધારે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પુણા પોલીસે પંકજ નામના પોલીસકર્મી સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો છે. અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 

મેડિકલ સ્ટોરનાં પુત્ર અને પત્નીને પોલીસ સ્ટેશન બોલાવી અપમાનિત કર્યા હતા

સુરતના પુણામાં અર્ચના સ્કૂલ પાસે વેલનેસ મેડિકલ સ્ટોર ચલાવતા ભવાની શંકરે પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જેમાં તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિ માથાના દુઃખાવાની દવા લેવા આવ્યો હતો. જેની ગણતરીની મિનિટોમાં પુણા પોલીસનો હેડ કોન્સ્ટેબલ પંકજ ડામોર ત્યાં પહોંચી પ્રતિબંધીત ડ્રગ્સનું વેચાણ કરો છો એમ કહી નાર્કોટિક્સ એક્ટ હેઠળ કેસ કરવાની ધમકી આપી હતી. આથી ભવાની શંકરે આ દવા શિડ્યુલ ડ્રગ્સ ન હોવાનું જણાવ્યું હતું. છતા પંકજે તેમને રિક્ષામાં બેસાડી પોલીસ કેસ કરવાની ધમકી આપી દોઢ લાખની માગણી કરી હતી. વેલનેસ મેડિકલ સ્ટોરના પુત્ર અને પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા. 

 

પી કે પટેલ (એસીપી સુરત, તપાસ અધિકારી )

પોલીસકર્મીએ સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો
પછી પુત્રને લઈ લાંચીયા પોલીસકર્મીએ પોતાની મોપેડ પર વરાછા પોદ્દાર આર્કેડ પાસે લઈ જઈ પહેલા મોપેડમાં પેટ્રોલ પુરાવ્યું પછી એટીએમમાંથી 50 હજાર કઢાવ્યા હતા. પોલીસકર્મીએ 50 હજારનો તોડ કરતા આખરે આ અંગે ભવાની શંકરે પોલીસ કમિશનરમાં ફરિયાદ કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારી સુધી મામલો પહોંચતા પોલીસકર્મીએ 50 હજાર પરત આપી દીધા હતા. બાદ પોલીસે પંકજ નામના પોલીસકર્મીએ સહિત 5 સામે ખંડણીનો ગુનો નોંધ્યો હતો જેમાં સમગ્ર કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી હતી અને પોલીસકર્મી પંકજ ડામોર સહિત તેમના બે સાગરીતોને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ