બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The Panchmahal villagers are uproarious at the Collector's office regarding sand mining

આક્રોશ / રેતી ખનન મામલે પંચમહાલના ગ્રામજનોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અનેક આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું

Priyakant

Last Updated: 04:06 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રામજનોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે ખનન થતું હોવાનો આક્ષેપ, ગોધરા કલેક્ટર કચેરી ખાતે કર્યો સૂત્રોચ્ચાર

  • પંચમહાલ જિલ્લામાં રેતી ખનન મામલે  પરૂણા ગામના લોકોએ કર્યો હલ્લાબોલ 
  • રેતી માફિયાઓ ગામ નજીક ખનન કરતા હોવાનો આક્ષેપ
  • કોઇપણ પ્રકારની સ્થળ તપાસ ન થઈ હોવાનો આક્ષેપ

રાજ્યમાં ખનીજ ચોરી બેફામ બની હોઇ તેવી સ્થિતિ સામે આવી છે. પંચમહાલ જિલ્લામાં રેતી ખનન મામલે ગ્રામજનોએ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો હતો. તો સુરેન્દ્રનગર પંથકમાં પણ કથિત ખનનનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પણ કથિત રીતે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાનું દર્શાવાયું છે. આ તરફ પંચમહાલમાં રેતી ખનન મામલે પરૂણા ગામના લોકોએ હલ્લાબોલ કર્યો હતો. 

પંચમહાલમાં રેતી ખનન મામલે હલ્લાબોલ

પંચમહાલ જિલ્લામાં રેતી ખનન હવે સ્થાનિકો જ મેદાને ચડયા છે. આજે પરૂણા ગામના લોકોએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે, રેતી માફિયાઓ ગામ નજીક ખનન કરી રહ્યા છે. આ સાથે ગ્રામજનોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે ખનન થતું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. તો વળી ખાણ ખનીજ વિભાગ દ્વારા અપાયેલ બ્લોકની મર્યાદા પૂર્ણ થઇ હોવા છતાં વિભાગે જૂની એજન્સીઓનો પરવાનો રિન્યુ કર્યાનો આક્ષેપ પણ કરાયો છે. 

ગોધરા કલેક્ટર કચેરી ખાતે કર્યો સૂત્રોચ્ચાર

પરૂણા ગામના લોકોએ રેતી માફિયાઓ ગામ નજીક ખનન કરતા હોવાનો આક્ષેપ કરી ગોધરા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ સાથે તંત્ર દ્વારા પણ કોઇપણ પ્રકારની સ્થળ તપાસ ન થઈ હોવાનો આક્ષેપ કરી સમસ્યાના નિરાકરણ માટે આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ રેતી માફિયાઓ ગામ નજીક ખનન કરતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Godhra Panchmahal આવેદનપત્ર ગેરકાયદે ખનન ગોધરા રેતી માફિયા Panchmahal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ