બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / ગુજરાત / The only temple in Gujarat where Lord Ganesha is seated at the top

દેવ દર્શન / ગુજરાતમાં આવેલું છે એવું એકમાત્ર મંદિર જ્યાં ઉપરના ભાગે ગણપતિ બિરાજમાન, મંદિરનો ઘાટ પણ એકદંત જેવો

Dinesh

Last Updated: 07:22 AM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવ દર્શન: અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનુ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે

અમદાવાદ નજીક મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક ગણેશજીનુ મંદિર આવેલુ છે. ગણપતિ મંદિરનો આકાર ગણેશજીની મૂર્તિ જેવો છે. મંદિરનો સંબંધ મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિર સાથે છે. કારણ કે ગણેશજીની મૂર્તિ મુંબઈના સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ જેવી જ છે અને મંદિરની અખંડ જ્યોત પણ મુંબઈના મંદિરમાંથી જ લાવવામાં આવી છે. ગણપતિના મંદિરે સાચા મનથી રાખવામાં આવતી મનોકામના ચોક્ક્સ પૂર્ણ થાય છે. 

મહેમદાવાદ વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક મંદિર
અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક ગણપતિજીનુ મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ ઉંચું છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ આ મંદિરે સ્થાપિત કરવામાં આવી છે. મુંબઈ દાદરના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઇએ તેમજ તે સ્થળે સફેદ આકડો હોવો જરૂરી છે. એટલે જ  મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે મંદિરને નિયમો મુજબ બનાવવામાં આવ્યુ છે.

સિદ્ધિ વિનાયક મંદિર
નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને જાપાન સહિત અન્ય 10 જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. મંદિરને પાંચ માળમાં બનાવવામાં આવેલુ છે. મંદિરમાં બીજા માળે ભક્તો માટે ભજન કિર્તન કરવાની સુવિધા  કરવામાં આવી છે. અને સત્સંગ માટે ખાસ હોલ પણ બનાવવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને મહેમદાવાદની મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે. અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં વર્ષે લાખો ભક્તો દર્શન કરવા આવી ધન્ય બને છે.

મુંબઈના સિદ્ધિવિનાયક જેવી જ મૂર્તિ 
દર મંગળવારે દાદાના મંદિરે મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડે છે. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 2011માં મંદિરનું ભૂમિપૂજન કરી આશરે રૂ. 14 કરોડના ખર્ચે મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. સિદ્ધિવિનાયક ગણેશજીના મંદિરમાં સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ફક્ત જમીનની 20 ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર મંદિર ઉભુ કરવામાં આવ્યુ છે.

 પાંચ માળમાં બનાવવામાં આવેલુ છે મંદિર
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભગવાન ગણેશના દર્શનની સાથે અન્ય પણ આકર્ષણો છે. પરિસરમાં હર્બલપાર્ક, નાના અન્ય મંદિરો, યાત્રાળુઓ માટે નિવાસ સ્થાન, ભોજનાલય અને કાફેટેરિયાની ઉત્તમ સુવિધા કરવામાં આવી છે. મંદિરમાં ગણેશજીની અખંડ જ્યોત છે. સમગ્ર ભારતમાં આ એકમાત્ર દણપતિજીનુ મંદિર છે જેના સૌથી ઉપરના માળે ગણપતિજી બિરાજમાન છે, ભાવિકોને દર્શન કરવા માટે લિફ્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં ભાવુકો દૂર દૂરથી પોતાની મનોકામના સાથે દર્શન કરવા આવે છે. મંગળવારે અને ચોથના દિવસે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે દાદાના દર્શને આવી ધન્ય થાય છે. ભગવાન ગણેશજીના દર્શન કરી મંદિર પરિસર સતત વાગતી શ્રી ગણેશજીની ધૂન શાંતિ સાથે દૈવિક દિવ્યતાનો અનુભવ કરાવે છે.

વાંચવા જેવું:  અહીં ખોડિયાર માતાજીની આરતીમાં અચૂક આવે છે મગર...: ચાર હજાર વર્ષ જૂનું છે મંદિર

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરથી લાવ્યા છે અખંડ જ્યોત
સિદ્ધિવિનાયક ગણેશ મંદિરમાં ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહિલાઓ પોતાની માનતા માટે મંદિરે ઘઉંના દાણાથી ઉંધો સાથિયો બનાવે છે અને ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરે છે અને તે માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરે આવી દર્શન કરી તે જ ઘઉંના દાણાથી સીધો સાથિયો બનાવી બાધા માનતા પૂર્ણ કરે છે. ભગવાન સિદ્ધિવિનાયકનુ પવિત્ર મંદિર સેલ્ફી શોખીનો માટે પણ વિશેષ છે કારણ કે મંદિરના આગળના ભાગે મૂષક અને હાથીની હૂબહૂ પ્રતિમા બનાવવામાં આવેલી છે. બગીચાના શાંત વાતાવરણમાં આવેલી આ પ્રતિમાઓ સાથે ભક્તો પોતાના બાળકો પરિજનો મિત્રોની સેલ્ફી લઈ દર્શન સાથે પોતાની યાદો કેદ કરી લઈ જાય છે.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ