ફ્રોડ / સુરતમાં પોલીસકર્મીના નામે રૂપિયા પડાવવાની ઘટના સામે આવી, ચાર શખ્સોએ પડાવ્યા રૂપિયા

સુરતમાં પોલીસકર્મીના નામે રૂપિયા પડાવવાની ઘટના સામે આવી છે. ચાર શખ્સોએ મળીને એક યુવક પાસેથી એક લાખ 30 હજાર રૂપિયા પડાવ્યા હતા. અને બીજા રૂપિયા લેવા પહોંચેલા બે શખ્સોને ઝડપીને મેથીપાક ચખાડવામાં આવ્યો. આ મામલે પોલીસે બે શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથધરી છે. મળતી માહિતી મુજબ ચાર દિવસ પહેલા ફરિયાદી યુવક પોતાની મહિલા મિત્રને મળવા માટે કામરેજમાં પહોંચ્યો હતો. મહિલા મિત્રના ઘરે ચાર અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા હતા. ચારેય શખ્સોએ LCB પોલીસ હોવાનું કહીને ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ