બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / The first AMC in Gujarat to take a big decision on the issue of stray cattle, will take this initiative

આકરૂ વલણ / રખડતા ઢોર મુદ્દે ગુજરાતમાં સૌપ્રથમ AMC લઇ શકે છે મોટો નિર્ણય, કરશે આ પહેલ

Mehul

Last Updated: 05:41 PM, 1 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ માટે અમદાવાદ મહાનગર પાલિકા એક મોટા નિર્ણયની ફીરાકમાં છે. જેમાં અમદાવાદ શહેરમાં પશુપાલન પર પ્રતિબંધ લાદી શકાય તેમ છે.શહેરની બહાર વસાવાશે ઢોરવાડો.

  • રઝળતા ઢોર મુદ્દે લેવાઈ શકે છે મોટો નિર્ણય 
  • મહાપાલિકા અમદાવાદ બનાવશે ઢોર વાડો 
  • અમદાવાદમાં આવશે પશુપાલન પર પ્રતિબંધ 

ભાજપના પ્રદેશ પ્રમુખ C R પાટીલે બે મહિના પહેલી કરેલી એક ટકોર બાદ રાજ્યની તમામ મહાપાલિકાએ સંજ્ઞાન  લીધો હતો અને મહાનગરોમાં રખડતા ઢોર અંગે કાર્યવાહી શરુ કરવાની પહેલ કરી હતી. ગત મહીને ભાજપ પ્રદેશ પ્રમુખ વડોદરા ગયા ત્યારે, જાહેર મંચ પરથી વડોદરાના મેયરને ટકોર કરી હતી કે, લોક અપેક્ષાઓ પૂર્ણ કરો. તેઓનો વ્યંગ રખડતા ઢોર મુદ્દે જ હતો. હવે અમદાવાદ મહાનગર પાલિકા એક મોટા નિર્ણયની ફીરાકમાં છે. જેમાં અમદાવાદ શહેરમાં પશુપાલન પર પ્રતિબંધ લાદી શકાય તેમ છે.

શહેર બહાર ઢોરવાડો 

અમદાવાદ મહાનગર પાલિકાની એક નવી દરખાસ્ત તૈયાર થવા જઈ રહી છે. જેમાં રખડતા ઢોર પર કેવી રીતે પ્રતિબંધ આવી શકે તેની ચર્ચા-વિચારણા  કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં પશુપાલન માટે પ્રતિબંધ લાદવામાં આવે તો શહેરની બહાર પશુપાલન માટે ઢોરવાડો બનાવવામાં આવશે. આ માટે સરકાર મંજૂરી આપે પછી નિર્ણય લઇ શકાશે.

મહાપાલિકાની હદમાં બે-હદ ત્રાસ 

અમદાવાદ, રાજકોટ, વડોદરા, જુનાગઢ,જામનગર અને ભાવનગર જેવા શહેરોમાં રખડતા ઢોરનો  અનહદ ત્રાસ છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખે બે માસ પહેલા જ નાગરિકોને અડચણ,ટ્રાફિક સમસ્યા અને રઝળતા પશુઓથી થતી હેરાનગતિથી છૂટકારો અપાવવા જાહેર  મંચ પરથી અભિપ્રાય આપી, મહાનગરના સતાધીશોને ટકોર કરી હતી. હવે જ્યારે રઝળતા ઢોરનો  મુદ્દો મહાનગર પાલિકાની બેઠકમાં ચર્ચાયો છે ત્યારે, સરકારના માર્ગદર્શન બાદ આગળનો નિર્ણય લેવાઈ શકે છે.

ભવિષ્ય માટે તકેદારી 

ઉલ્લેખનીય છે કે,2018-19 માં ગુજરાત હાઈકોર્ટે પણ એક PIL બાદ, રખડતા ઢોર મુદ્દે મહાનગર પાલિકા-અમદાવાદની ઝાટકણી કાઢી વેધક સવાલો પૂછ્યા હતા. હવે ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ના  થાય  તે માટે, મહાનગર પાલિકાએ નવી યોજના તૈયાર કરી છે. 

અમદાવાદ મા રખડતા ઢોર થી નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા હતા પરંતુ તંત્ર આંખ આડા કાન કરી ઢોર નહિ પકડવા મુદ્દે લાંચ લેતું રહ્યું ..આખરે સી આર પાટીલે એક જાહેર કાર્યક્રમ મા મનપા ને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા તંત્ર એક્શન મા આવ્યું અને કામગીરી બતાવી .છેલા 27 દિવસ મા AMC ના CNCD વિભાગ દ્વારા 2000 રખડતા ઢોર પકડવામાં આવ્યા અને પશુ મામલે 160 પોલીસ ફરિયાદ કરવામાં આવી 

અમદાવાદ મા રખડતા ઢોર પકડવામાં માટે   CNCD વિભાગ દ્વારા 9 ટિમો બનાવી ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે ..છેલા 10 દિવસ મા 1275 ઢોર પકડવામાં આવ્યા છે તો એપ્રિલ મહિના ની સરખામણી મા ઢોર પકડવાની કામગીરી 4 ગણી વધારે છે..3 મહિના થી વધારે સમય થાય અને ઢોર મલિક ઢોર છોડવાવા ન આવે તો ઢોર ને પાંજરાપોળ મોકલવામાં આવે છે જ્યાં એક પશુ નો નિભાવ ખર્ચ રૂ 2500 આપવામાં આવતો હતો જે હવે વધારી ને રૂ 4 હજાર કરવામાં આવ્યો છે .છેલા એક વર્ષ માં રૂ 1.25 કરોડ નિભાવ ખર્ચ ચુકવામાં આવ્યો છે અને 7850 પશુઓ પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે .

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ