બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The final selection list of Gujarat Panchayat Seva Mandal recruitment has been released on the website, check in one click.

ગાંધીનગર / ગુજરાત પંચાયત સેવા મંડળની આ ભરતીનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ વેબસાઇટ પર મુકાયું, એક ક્લિકમાં કરો ચેક

Vishal Khamar

Last Updated: 09:57 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે થોડા સમય પહેલા લેવાયેલ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરનું ફાઈનલ લિસ્ટ પંચાયત પસંદગી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.

  • GPSSB દ્વારા લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરનું પરિણામ જાહેર કર્યું
  • ફાઈનલ લિસ્ટ પંચાયત પસંદગી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું
  • થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક અને તલાટીની સંભવિત તારીખો જાહેર કરાઈ હતી

GPSSB દ્વારા તલાટી તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંભવિત તારીખ તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે. ત્યારે આજે થોડા સમય પહેલા લેવાયેલ લાઈવ સ્ટોક ઈન્સ્પેક્ટરનું ફાઈનલ લિસ્ટ પંચાયત પસંદગી બોર્ડની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in પર મૂકવામાં આવેલ છે. લીંક પર ક્લીક કરીને ઉમેદવારો તેમનુું પરિણામ જોઈ શકશે.

 

અહીં ક્લિક કરી જાણી શકશો રિઝલ્ટ 

થોડાક સમય પહેલા જ તલાટી પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ હતી
 ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. ત્યારે થોડા સમય પહેલા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. ત્યારે તૈયારીઓના ભાગરૂપ પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા દરેક જીલ્લામાંથી પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે નહી તેની વિગતો મંગાવવામાં આવી છે. જે વિગતો આવ્યા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. આ બાબતે હસમુખ પટેલ ટ્વિટ કરી માહિતી આપી હતી.
જુનિયર ક્લાર્કની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરાઈ હતી
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે. થોડા સમય પહેલા હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપી છે.
ઉમેદવારોમાં ઉત્સાહમાં આગામી સમયમાં યોજાશે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા
GPSSB દ્વારા લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યા બાદ સરકાર દ્વારા IPS હસમુખ પટેલની ગુજરાત પંચાયત બોર્ડનાં અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. ત્યારે તેઓએ ટ્વિટ કરી તલાટીની પરીક્ષાની સંભવિત તારીખ પણ ટ્વિટ પર જાહેર કરતા ઉમેદવારોએ હાશકારો અનુભવ્યો હતો. હસમુખ પટેલ દ્વારા ગત રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારીઓના ભાગરૂપે સંભવિત તારીખોની જાણકારી ટ્વિટ કરી ઉમેદવારોને આપી હતી.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ