બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The deceased said in the video that the girl's brother was harassing her in Patan

ફરિયાદ / 'યુવતીનો ભાઈ બકો મને બહું હેરાન કરે છે..' મૃતક લવ દરજીના છેલ્લા શબ્દો, પાટણનો કાળજું કંપાવતો કિસ્સો

Vishal Khamar

Last Updated: 09:13 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણનાં ખાનસરોવરમાં યુવકે કરેલ આત્મહત્યા મામલે પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે. ત્યારે આત્મહત્યા કરતા પહેલા લવ દરજીએ વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોનાં આધારે યુવકનાં પિતાએ વિપુલ સાધુ વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • પાટણનાં ખાનસરોવરમાં આત્મહત્યાનો મામલો
  • યુવકે આપઘાત કરતા પહેલા બનાવ્યો વીડિયો
  • પોલીસે વિડિયોનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પાટણ શહેરનાં સ્યુસાઈડ પોઈન્ટ બનેલ ખાનસરોવરમાં શનિવારે યુવક દ્વારા પડતું મુકી આપઘાત કર્યો હતો. જેની લાશ રવિવાર મળી હતી. ત્યારે યુવક દ્વારા તેની બાજુનાં મહોલ્લામાં રહેતી યુવતી સાથે પ્રેમ સબંધ હતો. જેને લઈ અવાર નવાર યુવતીનો ભાઈ વિપુલ સાધુ મૃતક યુવકને ધાક ધમકી આપતો હતો. યુવતીનાં ભાઈ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને લઈ યુવકે કંટાળી મોતને વ્હાલું કર્યું હતું. આ બાબતે યુવકનાં પિતાએ યુવતીનાં ભાઈ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ઘરેથી જમીને યુવક દુકાને જવાની જગ્યાએ ખાનસરોવર પહોંચ્યો
મળતી માહિતી મુજબ પાટણ શહેરનાં સુભાષચોક નજીક આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને શહેરનાં ટેલિફોન એક્ષ્ચેન્જ રોડ પર દરજીની દુકાન ધરાવતા લવ રાકેશભાઈ દરજીએ શનિવારે બપોરે જમ્યા બાદ એક્ટિવા લઈ દુકાને જવા નીકળ્યો હતો. પરંતું તે દુકાને ન જઈ ખાનસરોવરમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 
યુવક દ્વારા આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો હતો
યુવક દ્વારા ઘટનાં પહેલા તેનાં મોબાઈલ ફોનમાં એક વીડિયો બનાવ્યો હતો. જે વીડિયોનાં આધેર યુવકનાં પિતા દ્વારા વિપુલ સાધુ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે યુવકે વીડિયોમાં કહ્યું હતું કે હું અહીં સરોવર આવ્યો છું અને બહુ જ કંટાળી ગયો છું. તેમ કહી યુવતીનું નામ લઈ યુવક કહે છે કે યુવતીનો ભાઈ બકો મને બહુ ત્રાસ આપે છે. મને બીજું કોઈ દુઃખ નથી. ત્યારે પોલીસે યુવકનાં પિતાની ફરિયાદનાં આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ