બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / The comedian, who refused to apologize for contempt of court, could face jail time

વિવાદ / સુપ્રીમ કોર્ટની અવમાનના કર્યાના આરોપો બદલ આ જાણીતા કોમેડિયને માફી માંગવાની ના પાડી, થઈ શકે છે જેલ

Nirav

Last Updated: 09:29 PM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાસ્ય કલાકાર કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટના કથિત અવમાનના કેસમાં માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. કામરા દ્વારા કરવામાં આવેલ અનેક ટ્વીટ્સ પર એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની કાર્યવાહી કરવાની સહમતિ આપી દીધી છે

  • કુણાલ કામરા એક જાણીતા કોમેડિયન છે 
  • કુણાલ કામરાએ કરી હતી વિવાદિત ટ્વિટ 
  • સુપ્રીમ કોર્ટ અને ન્યાયમૂર્તિઓને લઈને કરી હતી વિવાદીત ટ્વિટ 

એટર્ની જનરલે કામરાના ટ્વીટને વાંધાજનક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ગણાવ્યું હતું. જેને લઈને હવે આ હાસ્ય કલાકાર એ ફરી એક વાર ટ્વીટ કરીને પોતાનો પક્ષ મૂક્યો છે.

કામરાએ ટ્વીટમાં આ વાત કહી હતી

કામરાએ ટ્વિટમાં કે.કે. વેણુગોપાલ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સંબોધન કરતાં લખ્યું છે કે તેમની તાજેતરની ટ્વિટ્સને કોર્ટનું અપમાન માનવામાં આવે છે. જોકે તેમનું ટ્વીટ, 'પ્રાઇમ ટાઇમ લાઉડ સ્પીકર (અર્ણબ ગોસ્વામી) ની તરફેણમાં સુપ્રીમ કોર્ટના પક્ષપાતી નિર્ણય અંગે તેમનો અભિપ્રાય હતો.' કામરાએ કહ્યું કે તેઓ ન માફી માંગશે, ન તો તેઓ હિમાયત કરશે.

કામરાએ વધુમાં લખ્યું, 'મારો અભિપ્રાય બદલાયો નથી કારણ કે અન્યની વ્યક્તિગત સ્વાતંત્ર્ય બાબતે સુપ્રીમ કોર્ટનું મૌન ટીકા કર્યા વિના પસાર થઈ શકતું નથી. મારે મારા ટ્વીટ્સ પાછા ખેંચવાનો અથવા તેમના માટે માફી માંગવાનો ઇરાદો નથી. મને લાગે છે કે તેઓ આ નિવેદન જાતે કરે છે. મને આશા છે કે અવમાનનાની અરજી, અન્ય કેસો અને વ્યક્તિઓ કે જેઓ મારા જેટલા ભાગ્યશાળી નથી, સુનાવણી માટે સમય (ઓછામાં ઓછા 20 કલાક જો પ્રશાંત ભૂષણ સાંભળવામાં આવે તો) મળશે. "

આમ કુણાલ કામરાએ આ મુદ્દે પોતાનો પક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ મુદ્દે તેણે અન્ય ઘણા મુદાઓનો સહારો લીધો હતો. આમ અન્ય મુદ્દાઓનો આશરો લઇને પોતાનો પક્ષ લેવાનો પ્રયાસ પણ કર્યો છે.

એટર્ની જનરલે આ ટ્વીટને વાંધાજનક માન્યું હતું

હકીકતમાં, કામરાના પાછલા દિવસોની કેટલીક ટ્વિટ પર, શ્રીરંગ કટનેશવારકરે અવમાનના કાર્યવાહી માટે એક પત્ર અરજી મોકલી હતી. આ અંગે વિચાર કર્યા પછી, એટર્ની જનરલ પગલા લેવા સંમત થયા. એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે કૃણાલ કામરા દ્વારા કરવામાં આવેલું ટ્વિટ અત્યંત વાંધાજનક છે અને આવા કિસ્સામાં તેમની સામે અવમાનની કાર્યવાહી શરૂ કરી શકાય છે. 

તેમણે કહ્યું કે આજકાલ જોવા મળી રહ્યું છે કે લોકો સુપ્રીમ કોર્ટની સીધી નિંદા કરી રહ્યા છે. લોકો સમજે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે, તે સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયાધીશોની સીધી નિંદા કરી શકે છે.શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં કથિત વાંધાજનક ટ્વિટ કેસમાં કામરા સામે ગુનાહિત અવમાનની કાર્યવાહી શરૂ કરવા માટે એક અરજી કરવામાં આવી હતી.

શું હતું ટ્વિટમાં?

અમુક ટ્વિટમાં કુણાલ કામરાએ સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયમૂર્તિઓ પર નિશાન સાધ્યું હતું, સાથે જ ભારતની ન્યાય પ્રથા પર પણ હતી, આ સિવાય એક ટ્વિટ એવી હતી જેના પર સુપ્રીમ કોર્ટનો ફોટો મોર્ફ કરીને તેના પર ભારતના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભાજપનું કમળ મૂકી દીધું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ