બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The cold weather will still blow due to northerly winds

આગાહી / હજુ હાડ થિજવતી ઠંડી પડશે: અમદાવાદમાં 10 ડિગ્રી પહોંચ્યું તાપમાન તો આ શહેરમાં 7.8 ડિગ્રી

Malay

Last Updated: 07:47 AM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો પારો ગગડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

  • રાજ્યમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું
  • ઉત્તરના પવનોને કારણે હજુ પણ ગગડશે ઠંડીનો પારો 
  • આગામી સપ્તાહે ઠંડીનો પારો વધુ 2-3 ડિગ્રી ઘટે તેવી શક્યતા

ગુજરાતમાં હવે ધીરે ધીરે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે આજે રાજ્યના 09 શહેરોમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સાથે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે, ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં હજુ પણ ઠંડીનો પારો ગગડશે. ડિસેમ્બરના અંતમાં ઠંડીના જબરદસ્ત ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે. છેલ્લા બે દિવસથી વાતાવારણમાં ઠંડક પ્રસરી છે અને ઠંડા પવનોને લીધે પારો ગગડ્યો છે. 

સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડીગ્રી નોંધાયું
આજે રાતે થ્રીજાવતી ઠંડી જોવા મળી હતી. જ્યારે સવારે ઘરની બહાર નીકળતાં જ લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. આજે સવારે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં આજે 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 11 ડિગ્રીથી નીચે નોંધાયું છે.

કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણું કરી લઈ રહ્યા છે, સાથે જ લોકો શિયાળાની શીત લહેરની મજા પણ માણી રહ્યા છે. ઉત્તરના ઠંડા પવનો ગુજરાત બાજુ ફંટાતા ઠંડી વધી રહી છે. રાજ્યમાં 15 કિમીની ઝડપે ઠંડા પવનો ફુંકાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં હજી વધશે ઠંડી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ પણ તાપમાનનો પારો ગગડશે, ઉત્તરના પવનોને કારણે હજુ પણ ઠંડીનો ચમકારો વધશે. આગામી સપ્તાહે હજુ બે-ત્રણ ડિગ્રી સુધી ઠંડીનો પારો ગગડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ નલિયા અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ