બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Terrorist attack plot foiled in Kupwara: Army personnel kill five terrorists, use women

અથડામણ / કુપવાડામાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ: સેનાના જવાનોએ પાંચ આતંકીને કર્યા ઠાર, મહિલાઓનો કરતા ઉપયોગ

Vishal Khamar

Last Updated: 12:00 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેનાએ આતંકીઓના મેલા મનસુબાને નાકામ કર્યા છે. કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા છે.

  • કુપવાડામાં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ
  • સેનાના જવાનોએ પાંચ આતંકીને કર્યા ઠાર
  • આતંકવાદીઓ ઘૂષણખોરીની ફિરાકમાં હતા

 ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો આતંકીઓ દ્વારા અવારનવાર પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ભારતીય સેનાના જવાનો આતંકીઓને જડબાતોડ જવાબ આપે છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારતીય સેનાએ આતંકવાદીઓના આવા મેલા મનસુબાને નિષ્ફળ બનાવાયા છે. આતંકવાદીઓ કાશ્મીરમાં હુમલાની ફિરાકમાં હોવાના ઈનપુટ મળતા જ જમ્મુ કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 
સુરક્ષાદળોને આવતા જોઈ કર્યુ હતુ ફાયરિંગ
સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોને નજીક આવતા જોઈ ફાયરિંગ શરૂ કર્યું હતું. આ પછી સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરતા એન્કાઉન્ટર શરૂ થયું હતું. જેમાં પોલીસ અને સેનાના જવાનોએ પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.જોકે હજુ પણ આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી રહી છે. જેને લઈને પોલીસ અને ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

આતંકવાદીઓ હવે મહિલાઓ તેમજ કિશોરોનો ઉપયોગ કરે છે
મહત્વનું છે કે, પોલીસને માહિતી મળી હતી કે, આતંકવાદીઓ અને ISI જમ્મુ-કાશ્મીરમાં હથિયારો અને સંદેશા પહોંચાડવા માટે મહિલાઓ અને કિશોરોનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલું જ નહીં આ વિસ્તારમાંથી 2 કિશોર ગુમ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેને લઈને આ સમગ્ર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ હુમલો કર્યો જેમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ ઠાર થયા.

15 જૂને પણ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ 
આ પહેલા 15 જૂને પણ આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાએ પૂંચમાં આતંકી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યાર બાદ 16 જૂને ફરી એકવાર આતંકી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં સેનાને મોટી સફળતા મળી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ