બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Terrible accident between ST bus and tanker near Kamrej on Mumbai-Ahmedabad highway

સુરત / મુંબઈ-અમદાવાદ હાઈવે પર કામરેજ પાસે ભયંકર અકસ્માત, બસ સામેના ટ્રેક પર ચઢી જતા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઇ, 10 મુસાફરો ગંભીર

Dinesh

Last Updated: 04:55 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Accident News : અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે એસ ટી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં 10 જેટલા મુસાફરો થયો ઈજાગ્રસ્ત

  • કામરેજ પાસે એસ ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં 10 મુસાફરો થયા ગંભીર ઈજાગ્રસ્ત
  • વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી બસ

રાજ્યમાં વધુ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કામરેજ નજીક એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અમદાવાદ- મુંબઈ હાઈવે પર કામરેજ પાસે બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. 

બસમાં 25 મુસાફરો સવાર હતા
વિગતો મુજબ આ બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા. જેમાં 10 જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બસ વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે સમય દરમિયાન દૂર્ઘટના સર્જાઈ છે. 

બસ ધડાકાભેર અથડાઇ
બસ સામેના ટ્રેક પર ચઢી જતા કેમિકલ ભરેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જેને લઈ 10 જેટલા મુસાફરોને તેમજ બસ અને ટેન્કર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સમગ્ર બાબતને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના પણ દર્શ્યો સર્જાયા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ