ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું ફોનમાં હંમેશાં Dark Mode રાખવો જોઈએ? આંખો અને બેટરી પર શું થાય છે અસર, જાણો જવાબ
Last Updated: 05:07 PM, 14 October 2026
ADVERTISEMENT
આજકાલ લોકોને વધુ બ્રાઇટ સ્ક્રીન ગમે છે, તેથી ફોન હાથમાં આવતાની સાથે જ મોટાભાગના લોકો સેટિંગ્સમાં જઈને ડાર્ક મોડ ચાલુ કરી દે છે. ઘણા લોકો માટે પરિસ્થિતિ એવી હોય છે કે તેમનો ફોન 24 કલાક, વર્ષના 365 દિવસ ડાર્ક મોડમાં રહે છે. તેમને લાગે છે કે આનાથી આંખોને રાહત મળે છે અને ફોનની બેટરી પણ ઘણા દિવસો સુધી ચાલશે.
ADVERTISEMENT
જ્યારે ડાર્ક મોડ ચાલુ હોય છે, ત્યારે મોટાભાગની સ્ક્રીન ઘેરી અથવા કાળી દેખાય છે. આવી સ્થિતિમાં આંખોમાં ઓછો પ્રકાશ પ્રવેશે છે. રાત્રે ડાર્ક મોડ ચાલુ કર્યા વિના લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તે આંખોમાં વધુ પ્રકાશ પ્રવેશવા દે છે. આ રીતે આંખોને થાકથી બચાવવા અને બેટરી બચાવવા માટે સ્માર્ટફોનમાં ડાર્ક મોડ ઇંટ્રોડ્યૂસ કરવામાં આવ્યો છે. વિચિત્ર વાત એ છે કે રાત્રે ડાર્ક મોડ ઠીક છે પરંતુ દિવસ દરમિયાન તે વિપરીત રીતે કામ કરી શકે છે અને નુકસાન પણ પહોંચાડી શકે છે.
તમારી દ્રષ્ટિ બગડશે
ADVERTISEMENT
તમારા સ્માર્ટફોન પર સતત ડાર્ક મોડનો ઉપયોગ કર્યા પછી તમારી આંખો તેને અનુકૂળ થાય છે અને સફેદ ટેક્સ્ટ વાંચવામાં સરળતા રહે છે. લાંબા સમય સુધી ડાર્ક મોડનો ઉપયોગ કર્યા પછી અચાનક લાઇટ મોડમાં કોઈ એપ અથવા ડિવાઇસનો ઉપયોગ કરવાથી તમારી દ્રષ્ટિ પર અસર પડી શકે છે. ડાર્ક મોડનો સતત ઉપયોગ આંખની સમસ્યાઓનું કારણ બની શકે છે, અને જ્યારે તમારી આંખો અચાનક લાઇટથી ડાર્ક ટેક્સ્ટમાં સ્વિચ કરે છે, ત્યારે તેઓ આ ફેરફારને અનુકૂલન કરી શકતી નથી. આ સ્થિતિ લાઇટ બર્ન પણ તરફ દોરી શકે છે.
આંખોમાં એસ્ટિગ્મેટિઝમ થઈ શકે છે
ADVERTISEMENT
અમેરિકન ઓપ્ટોમેટ્રિક એસોસિએશન અનુસાર વપરાશકર્તાઓમાં એસ્ટિગ્મેટિઝમ નામની બિમારી જોવા મળી રહી છે. આ સ્થિતિ એક અથવા બંને આંખોના કોર્નિયાને અસામાન્ય આકાર આપે છે, જેના પરિણામે દ્રષ્ટિ ઝાંખી થાય છે. આ સ્થિતિને લઇ લોકો સફેદ બેકગ્રાઉન્ડ પર કાળા ટેક્સ્ટની તુલનામાં કાળા બેકગ્રાઉન્ડ પર સફેદ ટેક્સ્ટ સરળતાથી વાંચી શકતા નથી. જ્યારે ડિસ્પ્લે સફેદ હોય ત્યારે આઇરિસ સંકોચાય છે, જેનાથી આંખ સુધી ઓછો પ્રકાશ પહોંચે છે, અને ડાર્ક ડિસ્પ્લે સાથે વિપરીત થાય છે. આવી સ્થિતિમાં આંખનું ફોકસ પ્રભાવિત થાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ તમારા કામનું / નવો રિચાર્જ પ્લાન લોન્ચ! માત્ર ₹202માં 32 દિવસની વેલિડિટી સાથે કોલિંગ અને ડેટાનો લાભ
લાઇટ અને ડાર્ક મોડ બદલતા રહો
ADVERTISEMENT
ડાર્ક મોડનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જરૂરી નથી, પરંતુ લાઇટ અને ડાર્ક મોડ વચ્ચે સ્વિચ કરતા રહો. ડાર્ક મોડ શેડ્યૂલ કરવો અને સાંજે અંધારું થયા પછી તેને ચાલુ કરવું શ્રેષ્ઠ છે. તેવી જ રીતે દિવસનો પ્રકાશ આવતાની સાથે જ લાઇટ મોડને ઇનેબલ કરો. દિવસ દરમિયાન ડાર્ક મોડનો ઉપયોગ તમારી આંખો પર અસર કરે છે જેમકે તમે રાત્રિના અંધારામાં સૂતા હોવ અને અચાનક બપોર જેવો તળકો આવી જાય. સ્ક્રીનની બ્રાઇટનેસ બસ આવી રીતે જ કામ કરે છે. અને તેમાં અચાનક ફેરફાર તમારી દ્રષ્ટિને નબળી બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ