બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / બિઝનેસ / વિશ્વ / tech giant google employees panic there may be large scale layoffs company

ના હોય! / ટેક જાયન્ટ ગૂગલમાં છટણીઓનો માહોલ, કંપનીએ આપી ચેતવણી, કર્મચારીઓમાં ફફડાટ

MayurN

Last Updated: 08:58 PM, 14 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેક જાયન્ટ ગૂગલે પણ કર્મચારીઓને ચેતવણી આપી છે. ગૂગલે કહ્યું છે કે જો કર્મચારીઓ તેમની કામગીરીમાં સુધારો ન કરે તો છટણી માટે તૈયાર રહેવું જોઈએ

  • જાયન્ટ ગૂગલે કર્મચારીઓને ચેતવણી આપી
  • હાયરિંગ પહેલેથી જ બંધ કરવામાં આવ્યું 
  • ગૂગલે કર્મચારીની છટણી માટે તૈયારી કરી 

વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે મોટી ટેક કંપનીઓએ કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે. માઇક્રોસોફ્ટે તાજેતરમાં જ તેના 200 કર્મચારીઓને છૂટા કર્યા છે અને અન્ય એક ટેક જાયન્ટ ગૂગલે પણ કર્મચારીઓને ચેતવણી આપી છે. અહેવાલો અનુસાર, ગૂગલે કહ્યું છે કે જો કર્મચારીઓ તેમની કામગીરીમાં સુધારો ન કરે તો છટણી માટે તૈયાર રહેવું જોઈએ અને આગામી ત્રિમાસિક આંકડા અપેક્ષા મુજબના નથી.

પહેલા જ હાયરીંગ બંધ કર્યું 
એક રિપોર્ટ અનુસાર ટોચના સેલ્સ અધિકારીઓએ ચેતવણી આપી છે કે સેલ્સ પ્રોડક્ટિવિટીની સાથે-સાથે કર્મચારીઓની ઓવરઓલ પ્રોડક્ટિવિટીનું મૂલ્યાંકન કરવામાં આવશે. જણાવી દઈએ કે ગૂગલે પહેલા જ હાયરિંગ પર પ્રતિબંધ વધારી દીધો છે. આ સાથે જ હવે આ નવી જાહેરાતથી કર્મચારીઓમાં છટણીનો ભય પેદા થયો છે.

અમારી પાસે ઉત્પાદકતા નથી
જુલાઈમાં, ગૂગલે કહ્યું હતું કે તે કર્મચારીઓની સંખ્યાની સમીક્ષા કરવા માટે બે અઠવાડિયા માટે તેની ભરતી અટકાવી રહ્યું છે. જો કે, નિમણૂકો પરનો આ સ્ટે સમગ્ર 2022 માટે વધારવામાં આવ્યો છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે તે સ્પષ્ટ છે કે કંપની પડકારોનો સામનો કરી રહી છે અને આગળ પણ રસ્તો સરળ લાગતો નથી. પિચાઈએ કર્મચારીઓને કહ્યું હતું કે જે પ્રકારની આર્થિક સ્થિતિ ઉભી થઈ છે તેનાથી તેમની ઉત્પાદકતામાં વધુ વધારો કરવો પડશે. તેમણે જણાવ્યું હતું કે, "અમારી પાસે જેટલા લોકો છે તે મુજબ અમારી પાસે ઉત્પાદકતા નથી અને તે એક મોટી ચિંતા છે."

ઘણી કંપનીઓ દબાણનો સામનો કરી રહી છે
ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને એપ્રિલ-જૂન (બીજા ત્રિમાસિક) ક્વાર્ટરમાં અપેક્ષા કરતા ઓછી આવક મળી છે. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં માત્ર 13 ટકાનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 62 ટકા હતો. જો કે, માત્ર ગૂગલ જ આવકમાં ઘટાડાનો સામનો કરી રહ્યું છે તેવું નથી. લિંક્ડઇન, મેટા (ફેસબુકના પેરેન્ટ), ઓરેકલ, ટ્વિટર, એનવીડિયા, સ્નેપચેટ, ઉબેર, સ્પોટિફાઇ, ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ સહિત ઘણી ટેક કંપનીઓ છે જે દબાણનો સામનો કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ