બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Talati Exam: Fate of 8.65 lakh candidates will be decided tomorrow

તલાટી EXAM 2023 / તલાટી પરીક્ષા: આવતીકાલે 8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો, ગેરરીતિ કરતા પકડાયા તો ગયા કામથી

Priyakant

Last Updated: 03:47 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Talati EXAM 2023 News: રાજ્યના 2694 કેન્દ્ર પર તમામ ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરાશે, ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરાશે

  • આવતીકાલે રાજ્યભરમાં તલાટીની પરીક્ષા
  • તલાટીની પરીક્ષા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
  • કાલે 8.65 લાખ ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો

અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતી કાલે રવિવારે તલાટી-કમ-મંત્રીની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા માટે રાજ્યમાં 8.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. તલાટીની 3437 જેટલી જગ્યા માટે આ ભરતી ચાલી રહી છે. દરેક ઉમેદવાર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરે ત્યારે ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં આવશે. આ ઉપરાંત અસામાજિક તત્ત્વો સામે ચાંપતી નજર રાખવામાં આવશે. જો ગેરરીતિ સામે આવશે તો નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પેપરની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા  કેન્દ્રમાં પ્રવેશ સમયે ઉમેદવારના કોલ લેટરની તપાસ કરવામાં આવશે.

જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની આસપાસ રવિવારે બપોરના 12.30થી 1.30 સુધી ઝેરોક્ષની દુકાન બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. પરીક્ષા સમયે વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે ખોદકામ પર પણ પ્રતિબંધ મુકાયો છે. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈ પણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વિના પરીક્ષા આપી શકે તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઘણા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા, જેના લીધે તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારી વેડફાઈ હતી. આ ઉપરાંત સમય તથા નાણાંનો વ્યય થાય છે. આવું ન થાય તે માટે તલાટીની પરીક્ષા માટે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન માગવામાં આવ્યું હતું. જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માગતા હોય તેમણે ઓજસ વેબસાઇટ પર કન્ફર્મેશન આપવાનું હતું, જેમાં ફોર્મ ભરેલા 17 લાખ ઉમેદવારો પૈકી 8,65,000 જેટલા ઉમેદવારોએ જ કન્ફર્મેશન આપ્યું હતું. આ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપી શકશે.

પરીક્ષામાં આ વસ્તુઓ લઈ જવા પર મનાઈ
પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળે ઇલેક્ટ્રિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રિક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લૂટુથ, ઇયર ફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિશેષ ધ્યાનભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર, પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક-અન્ય સાહિત્ય, કાપલી, ઝેરોક્ષ લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષા સ્થળે કોઈ પણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા પર પ્રતિબંધ છે. પરીક્ષા સ્થળની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાન-બીડીના ગલ્લા તથા ચા-પાણીનાં કેન્દ્ર પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર પ્રતિબંધ
પ્રતિબંધિત વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર, પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઊભાં રાખવાં કે પાર્ક કરવા પર, પરીક્ષા સ્થળની આજુબાજુ મોટાં મોટાં લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા સ્થળ ઉપર ગેરરીતિ થાય તેવું કોઈ પણ સાધન લઈ જવા પર પ્રતિબંધ છે, પરંતુ ફરજ પરના પોલીસદળ, હોમગાર્ડના કર્મચારી, અધિકારી તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલા કર્મચારી-અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

ઉમેદવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ
તલાટીની પરીક્ષામાં કેટલાક ઉમેદવારો આજે રાતે જ અમદાવાદ પહોંચી જશે ત્યારે અમદાવાદની કેટલીક સંસ્થાઓ સેવા માટે આગળ આવી છે. વિવિધ જિલ્લામાંથી અમદાવાદ પરીક્ષા આપવા આવનારા ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ છે. સાણંદના સાધના ફાઉન્ડેશન દ્વારા સાણંદમાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત   કેટલાંક પરીક્ષા કેન્દ્ર પર પણ ઉમેદવારો પરીક્ષા આપવા સમયસર પહોંચી શકે તે માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સુવિધા મેળવવા માટે ઉમેદવારો ફોન નંબર 98986 16719, 78019 12867, 94278 04879, 80005 66230 નંબર પર સંપર્ક કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ