બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / Talala MLA Bhagwan Barad resigned

પડતા પર પાટું / મોહન રાઠવા બાદ વધુ એક દિગ્ગજ નેતાએ છોડ્યો કોંગ્રેસનો 'હાથ', સાંજ સુધીમાં ધારણ કરશે કેસરિયો

Malay

Last Updated: 12:35 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રસમાં મોટી ઊથલપાથલ સર્જાઇ છે અને કોંગ્રેસના કદાવર નેતા ગણાતા ધારાસભ્ય ભગવાન બારડે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ આજે કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે.

  • વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો
  • કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામું
  • તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઓ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે.  તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે.

ભગવાન બારડનું સંકટ ટળ્યું, વિધાનસભા અધ્યક્ષે તાલાળાનું ધારાસભ્ય પદ યથાવત  રાખ્યું | Congress mla Bhagvan Barad gandhinagar gaucher land case

ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે કરી હતી બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવા બાદ તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓ આજે કમલમમાં સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, ગઈકાલે બાદલપરામાં ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ભગવાન બારડે યોજેલી બેઠકમાં ભાજપમાં જોડાવા અંગે ચર્ચા થઈ હતી.

મોહન રાઠવા જોડાયા ભાજપમાં
આપને  જણાવી દઈએ કે, ગતરોજ કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ગઈકાલે સાંજે જ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.   મોહન રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. ગતરોજ કમલમ ખાતે તેઓએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. 

કોણ છે ભગવાન બારડ?
- ભગવાન બારડ તલાલાથી ચૂંટાઈને આવ્યા હતા. 
- બારડ સૌરાષ્ટ્ર આહીર સમાજના અગ્રણી એવા પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ થાય છે. 
- તેમનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. 
- સ્વ.જશુભાઈ અને ભગવાનભાઈ બારડના પિતાજી ધાનાભાઈ માંડાભાઈ બારડ કોંગ્રેસી આગેવાન હતા. 
- છેલ્લા ઘણા સમયથી વાતો ચાલી રહી છે કે કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે આજે તેઓએ રાજીનામું ધરી દીધું છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ