તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા પોતાના એક વીડિયોને લઈને ખૂબ જ ચર્ચામાં આવી છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા ફસાઇ વિવાદમાં
ટ્વીટ કરીને સોશિયલ મીડિયા પર માફી
વીડિયોને લઈને સર્જાયો હતો વિવાદ
બબીતા ઉર્ફે મુનમુનના એક વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ અને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે અભિનેત્રીની ધરપકડની માગણી કરી છે. જો કે, આ તમામ ઘટના બાદ મુનમને તમામ લોકોની માફી માગી છે.
મુનમુનનો વીડિયો થયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મુનમુને જાતિ વિશે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો વાયરલ થયો હતો અને કેટલાક યુઝર્સે અભિનેત્રી વિરૂદ્ધ રોષ ઠાલવતા તેમની ધરપકડની માગણી કરી હતી.
મામલો સામે આવ્યો કે તરત જ મુનમુને સોશ્યલ મીડિયા પર માફી માંગી. મુનમુને એક નોંધમાં લખ્યું, 'આ ગઈકાલે મેં પોસ્ટ કરેલા એક વીડિયોના સંદર્ભમાં છે. જ્યાં મેં વપરાયેલા કોઈ શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. તે ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા, ધમકાવવા અથવા ઈજા પહોંચાડવાનો નહતો. મર્યાદિત ભાષાના જાણકારીને કારણે, હું તે શબ્દના અર્થ વિશે ખોટી માહિતી આપી હતી. '
હું દરેકની માફી માંગવા માંગુ છું
મુનમુને તેની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, 'એકવાર મને તેનો અર્થ સમજાયો, મેં તરત જ તે ભાગ હટાવી નાખ્યો. મારે દરેક જાતિ, પંથ અથવા લિંગના દરેક વ્યક્તિ માટે ખૂબ આદર છે અને હું આપણા સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના પુષ્કળ યોગદાનને સ્વીકારું છું. હું ઈમાનદારથી દરેક વ્યક્તિની માફી માગવા ઈચ્છું છું જે શબ્દના લીધે જેમની લાગણીને ઠેસ પહોંચી હોય.