બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Syrup sellers can't survive: Raid at 210 locations in Mehsana, 5300 bottles seized from Patan

કાર્યવાહી / સિરપ વેચનારા બચી નહીં શકે: મહેસાણામાં 210 ઠેકાણાઓ પર રેડ, પાટણમાંથી 5300 બોટલો જપ્ત

Vishal Khamar

Last Updated: 07:04 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં થયેલ સિરપ કાંડ બાદ પોલીસ દ્વારા જીલ્લા કક્ષાએ પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અનુસંધાને પાટણ તેમજ મહેસાણામાં પોલીસે અલગ અલગ જગ્યાએ રેડ કરી શંકાસ્પ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા નશાકારક સિરપ વેચતા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

  • સમી તાલુકાનાં અનવરપુરા ગામેથી SOG એ શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો
  • મહેસાણા પોલીસે જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપ્યો
  • પોલીસની કડક કાર્યવાહીથી નશાકારક સિરપનું વેચાણ કરતા લોકોમાં ફફડાટ

 ખેડામાં થયેલ સિરપ કાંડ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા રેડ કરી સિરપની બોટલો જપ્ત કરવામાં આવી રહી છે. જેમાં પાટણ જીલ્લાનાં સમી તાલુકાનાં અનવરપુરા ગામે એસઓજી પોલીસે રેડ કરી 5300 બોટલ જપ્તી કરી હતી. પોલીસે અનવરપુરા ગામમાંથી 7 લાખની કિંમતનો સિરપનો જથ્થો જપ્ત કર્યો હતો. રહેણાંક મકાનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 

જીલ્લામાં કુલ 6 જગ્યાએથી શંકાસ્પદ સિરપની બોટલ ઝડપાઈ
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં 210 થી વધુ જગ્યાએ રેડ કરી હતી. જેમાંથી 6 જગ્યાએથી જ શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાવા પામ્યો હતો. જેમાં ઊંઝા, મહેસાણા એ ડીવીઝન, બી ડીવીઝન, કડી, લાંઘણજ, સાંથલ વિસ્તારમાંથી સિરપ મળી આવી હતી. ત્યારે પોલીસે સિરપની કુલ 263 બોટલ સાથે 3 લાખ 92 હજાર 188 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મહેસાણા જીલ્લામાં પોલીસે કરેલી સ્પેશ્યલ ડ્રાઈવ દરમ્યાન ગેરકાયદેસર નશાકાર સિરપનું વેચાણ કરતા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.  

આર. આઇ. દેસાઈ (DySP,મહેસાણા)

મહેસાણા પોલીસ દ્વારા જીલ્લામાં સ્પેશ્યલ ડ્રાઈવ યોજી શંકાસ્પદ સિરપની બોટલ ઝડપી
આ બાબતે મહેસાણા ડી.વાય.એસ.પી. આર.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, આર્યુવેદિક સિરપ બાબતે મહેસાણા જીલ્લામાં પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા  અલગ અલગ ટીમો બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ દ્વારા જીલ્લામાંથી 2600 જેટલી શંકાસ્પદ આર્યુવેદિક સિરપની બોટલો જપ્ત કરવામાં આવી છે.  તેમજ આગામી દિવસોમાં હજુ પણ આ ડ્રાઈવ ચાલુ રહેશે.  આ સિરપની બોટલો અલગ અલગ દુકાનેથી મળી આવે છે.  જેમાં કરીયાણાની દુકાન, પાર્લર, મેડીકલ સ્ટોર પરથી મળી આવે છે. ત્યારે પોલીસ દ્વારા તમામ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ