બૉલીવુડની બેબાક અભિનેત્રી સ્વરા ભાસ્કરને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. અદાકારાને આ ધમકી એક પત્ર દ્વારા મળી છે. આ પત્ર અભિનેત્રીના મુંબઈના વર્સોવા સ્થિત ઘર પર મોકલવામાં આવ્યો. ધમકી મળ્યાં બાદ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરને જીવથી મારી નાખવાની ધમકી મળી
અભિનેત્રીના મુંબઈના વર્સોવા સ્થિત ઘર પર પત્ર મોકલવામાં આવ્યો
પત્રમાં ઉલ્લેખ, અભિનેત્રી પોતાની ભાષાને મર્યાદામાં રાખે
અભિનેત્રીને મર્યાદામાં રહેવાની ચેતવણી આપવામાં આવી
સ્વરાને મળેલા પત્રમાં મોકલનારા નામની જગ્યાએ દેશનો નવયુવાન લખ્યું છે. અભિનેત્રીને ચેતવણી આપવામાં આવી છે કે તે પોતાની ભાષાને મર્યાદામાં રાખે. વીર સાવરકરનુ અપમાન કરવાનુ બંધ કરો અને માત્ર પોતાની ફિલ્મો પર ધ્યાન આપો. આ દેશનો નવયુવાન. આરામથી પોતાની ફિલ્મ બનાવો નહીંતર મડદા પડશે. સ્વરાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સ્વરા ભાસ્કરે પત્રની તસ્વીર કરી શેર
સ્વરા ભાસ્કરે પત્રની તસ્વીર શેર કરતા લખ્યું, 'દેશનો નવયુવાન તો ઠીક રસ્તા પર નોકરીની માંગ કરી રહ્યાં છે, પણ એક પ્રજાતિ મોંઘવારી, બેરોજગારી, ભૂખમરો બધુ સહન કરશે. માત્ર ઐતિહાસિક સત્ય અને તથ્ય સહન નહીં કરે.' આ પત્રના અંતમાં આ દેશના નવયુવાનના રૂપમાં સહી કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે દેશના યુવા નવયુવાન વીર સાવરકરનું અપમાન સાંખી નહીં લે.
સ્વરાએ ઉદયપુર હત્યાકાંડને લઇને દર્શાવ્યો હતો આક્રોશ
આની પહેલા સ્વરા ભાસ્કરે ઉદયપુર હત્યાકાંડને લઇને ટ્વિટના માધ્યમથી પોતાનો આક્રોશ દર્શાવ્યો હતો. તેણે લખ્યું, ઘોર નિંદા... કાયદા મુજબ ગુનેગારોની સાથે તાત્કાલિક અને કડક રીતે પતાવવુ જોઈએ. જઘન્ય અપરાધ... અનન્યાપૂર્ણ, જેમકે વારંવાર કહેવામાં આવે છે, જો તમે પોતાના ભગવાનના નામ પર મારવા માંગો છો તો પોતાનાથી શરૂઆત કરો. બિમાર રાક્ષસ.