બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Surat: Legends Legue Cricket final tickets are being sold in black

LLC 2023 / સુરતમાં હરભજન અને સુરેશ રૈના આમને સામને, આવતીકાલે ખેલાશે લીજેન્ડ લીગનો ફાઇનલ મુકાબલો, બંને કેપ્ટન જુઓ શું બોલ્યા

Vaidehi

Last Updated: 06:44 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેજેન્ડ લીગ ક્રિકેટની ફાઈનલ મેચ શનિવારે સુરતમાં રમવામાં આવશે. આ મેચમાં હરભજન અને સુરેશ રૈનાની ટીમો આમને સામને થશે. મેચ પહેલા ટિકીટની કાળાબજારીનાં મામલા સામે આવ્યાં છે.

  • લેજેન્ડ ક્રિકેટ મેચની ટિકીટની કાળાબજારી
  • 800ની ટિકીટ 1 હજારમાં વેંચાઈ 
  • ફાઈનલ મેચ અંગે હરભજનસિંહ અને રૈનાનું નિવેદન

20 દિવસોથી ચાલી રહેલાં લેજેન્ડ લીગ ક્રિકેટ હવે પોતાનાં ફાઈનલ્સ સુધી પહોંચી ગઈ છે. ગ્રુપ સ્ટેજ અને પ્લેઓફ મેચો બાદ હવે ફાઈનલ મેચ શરૂ થવા જઈ રહી છે. આ મેચ સુરતમાં યોજાઈ છે. મેચ પહેલા ટિકીટની કાળાબજારીનાં મામલા સામે આવ્યાં છે. સુરત સ્ટેડિયમની બહાર સુરતીઓને ટિકીટનાં ડબલ રૂપિયા ચુકવવા પડે છે. સ્ટેડિયમની બહાર એક શખ્સ 800ની ટિકીટના 1 હજાર રૂપિયા વસૂલી રહ્યો છે. કાળાબજારી થતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે.

"800 વાલી ઓનલાઈન વાલી યે 1000 કી"
આ શખ્સ 800ની ટિકીટ 1000માં વેંચી રહ્યો છે અને ગ્રાહકોને બોલી રહ્યો છે કે, "બોલ દેને કા અંદર સે બહાર આયા થા". "800 વાલી ઓનલાઈન વાલી યે 1000 કી"
સ્ટેડિયમની બહાર સુરતીઓને ટિકીટના ચુકવવા પડે છે ડબલ રૂપિયા

ફાઈનલની તમામ ટિકીટોનું વેંચાણ થઈ ચૂક્યું છે- રૈના
આવતીકાલે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં ફાઈનલ રમાશે. અર્બન રાઈઝર હૈદરાબાદ અને મનીપાલ ટાઇગરની  ફાઈનલમાં પહોંચી છે. ફાઈનલ મેચ પહેલાં કેપ્ટન સુરેશ રૈના અને હરભજન સિંહે કરી પત્રકાર પરિષદ કરી હતી જેમાં સુરેશ રૈનાએ કહ્યું કે રાંચીથી ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી. હું અને હરભજન સિંહ અનેક મેચ સાથે રમ્યા છીએ.  ભારતમાં IPL બાદ બીજા નંબરે સૌથી વધુ જોવાતી લીગ  LLC છે. તેમણે કહ્યું કે ફાઈનલની તમામ ટિકીટોનું વેંચાણ થઈ ચૂક્યું છે. 

હરભજનસિંહે પણ આપ્યું નિવેદન
તો બીજી તરફ હરભજન સિંહે નિવેદન આપતાં જણાવ્યું કે કેટલાક એવા ખેલાડીઓ કે જેમનું કરિયર પૂરું થયા બાદ તેમની પાસે કોઈ નોકરી રહેતી નથી. ત્યારે આવા ખેલાડીઓ માટે આ ખૂબ સારી ઓપર્ચ્યુનીટી છે.  તેમણે આગળ કહ્યું કે જે મજા મેચ રમવામાં છે તે કોમેન્ટ્રી કરવામાં નથી આવતી. ખેલમાં મારૂં અને રૈનાનું બંનેનું નામ સોનું છે. આવતીકાલે એક સોનું મેચ જીતશે.

શ્રીસંતને મારેલા લાફા અંગે ફરી માફી
હરભજનસિંહે ફરી પ્રેસ કોન્ફેરેન્સમાં મેચ દરમિયાન શ્રીસંતને મારેલા તમાચા કાંડની જાહેરમાં માફી માંગી. હરભજનસિંહે કહ્યું,' તે સમયે જે કંઈ થયું એ મારી ભૂલ હતી. પરંતુ હવે એ સમય પસાર થઈ ગયો છે.'

સંકળાયેલા મુદ્દાઓ

Legends League Cricket Tickets surat virendra sehwag ટિકીટ કાળાબજારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ઈવેન્ટ્સ સુરત Legends Legue Cricket final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ