બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Surat Duplicate sanitizer and hand wash Food and Drug Administration

પર્દાફાશ / સુરતીઓ હવે સેનિટાઇઝર અને હેન્ડ વોશ ખરીદતા પહેલા ચેતી જજો! ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી

Hiren

Last Updated: 10:42 PM, 5 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યુ છે. નાગરિકો સાવચેતી સાથે સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશનો વપરાશ કરી રહ્યા છે. તેવામાં હવે કોરોના મહામારી વચ્ચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓના ધંધાનો પર્દાફાશ થયો છે. સુરતમાં બનાવટી સેનેટાઇઝર અને હેન્ડવોશની નકલી બનાવટનો પર્દાફાશ થયો છે. બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટિફિકેટ ધરાવતા ઉત્પાદકો સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી કરી છે.

  • સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓના ધંધાનો પર્દાફાશ
  • ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કરી કાર્યવાહી
  • 13 લાખની કિંમતના સેનિટાઇઝર જપ્ત કરાયા 

સુરતમાં બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ ધરાવનાર  હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ વોશના ઉત્પાદકો સામે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની કડક કાર્યવાહી કરી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રૂપિયા 13 લાખની કિંમતના નકલી સેનિટાઇઝર જપ્ત કર્યા છે. નકલી બનાવટો, કાચા દ્રવ્યો, પેકિંગ મટીરિયલ અને મશિનરીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફર્સ્ટ ક્લાસ હેન્ડવોશ, ફર્સ્ટક્લાસ સેનેટાઇઝર, જે.પી ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ,આરૂશ હેન્ડ સેનેટાઇઝર જપ્ત કર્યા છે. ત્યારે હવે કોને કોને વેચાણ કર્યુ અને આલ્કોહોલ ક્યાંથી મેળવ્યું તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

હેન્ડ સેનિટાઈઝર અને હેન્‍ડ વોશ વગેરે નકલી બનાવટો ઝડપાયા

ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનરશ્રી ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મે. જે. પી. પેઇન્‍ટસ એન્ડ કેમીકલ, પ્લોટ નં. 7, 8, ગ્રાઉન્‍ડ ફ્લોર, સ્વાગત ઇન્‍ડસ્ટ્રીયલ એસ્ટેટ પર સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ રેડ કરી હતી. આ દરમિયાન અલગ-અલગ બેચના જુદા જુદા પેકીંગ વાળા 'ફર્સ્ટ ક્લાસ હેન્ડ વોશ, ફર્સ્ટ ક્લાસ હેન્ડ સેનીટાઇઝર, જે.પી. ફર્સ્ટ ક્લાસ હેન્ડ રબ, આરુશ હેન્ડ સેનીટાઇઝર' બ્રાન્ડનેમ વાળા હેન્ડ સેનિટાઈઝર અને હેન્‍ડ વોશ વગેરે નકલી બનાવટો પકડી છે. જેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટો, કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી માટે જપ્ત કરવામા આવ્યો છે.

ગોડાઉનમાંથી 10,000 લીટર સેનીટાઇઝર બનાવવા માટેનું પ્રવાહી સહિતની સામગ્રી ઝડપાઇ

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, રેડ દરમિયાન માલિક યોગેશભાઇ ફુલવાણીએ કબૂલ કરેલ છે કે તેઓ આ ગેરકાયદેસર ઉત્પાદન વગર પરવાને શરૂ કરી કોઇપણ જાતના ટેસ્ટીંગ કર્યા વગર ટુંકાગાળામાં વધુ પૈસા મેળવી લેવાની લાલચથી હેન્ડ સેનીટાઇઝર તથા હેન્ડ વોશનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન કરી વેચાણ કર્યુ છે અને તેમના ગોડાઉનમાંથી 10,000 લીટર સેનીટાઇઝર બનાવવા માટેનું પ્રવાહી, 525 X 5 Ltr., 159 X 500 ml., 39 X 250 ml., 78 X 100 ml. (કુલ 2722 લીટર) તૈયાર પ્રોડક્ટ, પેકીંગ મટીરીયલ, કાચા દ્રવ્યો, મશીનરી, 120 કિ.ગ્રા. અલગ અલગ ફ્લેવર વગેરે મળી કુલ 13 લાખ રૂપિયાનો 3 ટ્રક જેટલો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. તેમજ તેઓએ જાતે બનાવેલ બનાવટી લાયસન્સ અને ખોટા સર્ટીફીકેટ (WHO-GMP Certifications સ્કીમ મુજબ) પકડ્યા છે. તેઓ દ્વારા કેટલા સમયથી આ બનાવટોનું ઉત્પાદન થાય છે? તથા અત્યાર સુધી કોને કોને વેચાણ કરવામાં આવ્યું છે? તે ઉપરાંત ઉપયોગ કરેલ આલ્કોલ ક્યાંથી મેળવ્યુ છે? ક્યાં ક્યાં વેચાણ કર્યુ છે? તેની સઘન તપાસ સુરતના ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ