બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / ગુજરાત / સુરત / Surat Aam Aadmi Party corporators issued forms for their grants

રાજકારણ / જાણો શા માટે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સે પોતાની ગ્રાન્ટ માટે ફોર્મ બહાર પાડ્યા

Shyam

Last Updated: 10:28 PM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ ફાલતુ ખર્ચ માટે નહીં, પરંતુ લોક ઉપયોગી કામ માટે થઈ શકે તેવો પ્રયાસ અપનાવવામાં આવ્યો

  • સુરતમાં  AAPની અનોખી પહેલ
  • કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટને લઈને મહત્વનો નિર્ણય
  • બાકડાઓ પાછળ નહીં ખર્ચાય ગ્રાન્ટના રૂપિયા

સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટીએ અનોખી પહેલ શરૂ કરી છે. કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ કોઈ ફાલતુ ખર્ચ માટે નહીં, પરંતુ લોક ઉપયોગી કામ માટે થઈ શકે તેવો પ્રયાસ અપનાવવામાં આવ્યો છે. અને આ માટે આમ આદમી પાર્ટીએ કોર્પોરેટરને મળતી ગ્રાન્ટ ક્યાં વાપરવી તે માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. જેના ભાગરૂપે કોર્પોરેટરોને મળતી ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે માટે જનતાની મરજી જાણવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.

આમ આદમી પાર્ટીના દરેક કોર્પોરેટરો દ્વારા આ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સોસાયટીના આંતરિક પાકા રસ્તા, ગટર લાઈન, પીવાના પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક ફીટીંગ, સોસાયટીમાં સીસીટીવી કેમેરા તેમજ જો અન્ય કોઈ સૂચન હશે તો તેની જાણકારી લોકો પાસેથી મેળવવામાં આવશે. તે મુજબની ફાળવણી થઈ શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.પરંતુ ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયો બાંકડા પાછળ નહીં ખર્ચવામાં આવશે. અને એક પણ બાંકડા નહિ મૂકી આપવામાં આવે તેવું પણ સ્પષ્ટ ફોર્મમાં જણાવવામાં આવ્યું છે.

આમ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ હતું ત્યારે પાલિકાની ગ્રાન્ટ નહીં ફાળવનારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હવે લોકોના અભિપ્રાય લઈને ગ્રાન્ટની ફાળવણી કરશે. જો કે, બાકડાઓ માટે ગ્રાન્ટની ફાળવણી કરાશે નહી. માત્ર પ્રાથમિક સુવિધા માટે જ ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ