બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / SUPREME COURT CONCERN ON FARMERS PROTEST ON MODI GOVT NEW FARM LAW

સુનાવણી / ખેડૂત આંદોલન પર SCએ વ્યક્ત કરી ચિંતા, કહ્યું 'પરિસ્થિતિમાં કોઇ જ બદલાવ આવ્યો નથી', હવે આ તારીખે ફરી સુનાવણી

Parth

Last Updated: 04:48 PM, 6 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસેને દિવસે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું જ્યાં દિલ્હીની કડકડતી ઠંડી અને વરસાદ વચ્ચે ખેડૂતો અડગ દેખાઈ રહ્યા છે અને સરકાર સાથે વાતચીત ચાલુ છે ત્યારે સર્વોચ્ચ અદાલતે આ મુદ્દે આજે ચિંતા વ્યક્ત કરી હતી.

  • ખેડૂત આંદોલન સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી 
  • 11મી જાન્યુઆરીએ ખેડૂતો મુદ્દે બધી જ અરજીઓ પર સુનાવણી કરશે કોર્ટ 
  • સરકાર તરફથી કહેવામાં આવ્યું ટૂંક સમયમાં જ સમાધાન આવી જશે  

કોર્ટે વ્યક્ત કરી ચિંતા 

ત્રણ કૃષિ કાયદાઓની સામે ચાલી રહેલા આંદોલનમાં વારંવાર વાતચીત છતાં કોઇ પરિણામ આવી શક્યું નથી ત્યારે આ મામલે કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે. જોકે કોર્ટમાં સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા અને અટોર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે ખૂબ જલ્દી ગતિરોધ સમાપ્ત થઈ શકે છે. કૃષિ કાયદાથી જોડાયેલી અરજી પર સુનાવણી કરતાં સર્વોચ્ચ અદાલતે ખેડૂત આંદોલન પર ચિંતા વ્યક્ત કરી છે.  સુપ્રીમ કોર્ટે કહી ઉકે અમે પરિસ્થિતિને સમજીએ છે અને અમે ઈચ્છીએ છીએ કે સરકાર વાતચીતથી સમાધાન લાવે. 

આજે ફરી કરાઇ હતી એક અરજી 

નોંધનીય છે કે જ્યાં એક તરફ ખેડૂતોને લગતી વિવિધ અરજીઓ પર પહેલા જ સુનાવણી ચાલી રહી છે ત્યારે આ ત્રણેય કાયદાને રદ્દ કરવાની માંગ સાથે વધુ એક અરજી આજે કરવામાં આવી હતી જેના પર અદાલતે અરજીકર્તાને પૂછ્યું કે શું તમને ખબર છે કે કોર્ટમાં ખેડૂતોના આંદોલનને લઈને શું ચાલી રહયું છે ? તો અરજી કરનાર એમએલ શર્માએ જવાબ આપ્યો કે તેમણે સંશોધિત અરજી દાખલ કરી છે. જે બાદ અદાલતે SG તુષાર મેહતાને સવાલ કર્યો કે ખેડૂતોના પ્રદર્શનને લઈને સુનાવણી ક્યારે થશે ? તુષાર મેહતાએ જવાબ આપ્યો કે હજુ સુધી તારીખ નક્કી થઈ શકી નથી. સાથે જ તુષાર મેહતાએ કહ્યું કે બીજા મામલાની સાથે જ આ મામલાને ન લેશો. 

હવે સોમવારે ફરી થશે સુનાવણી 

તુષાર મેહતાની દખાસ્ત બાદ અદાલતે કહ્યું કે અમે બીજા મામલાઓની સાથે જ આ કેસને લઈશું કારણ કે હજુ સુધી આંદોલનને લઈને કોઇ જ સમાધાન સામે આવ્યું નથી. હવે બધી જ અરજીઓ પર એક સાથે 11મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. અદાલતે કહ્યું કે અમે બધા કેસ પર એક સાથે સોમવાર સુનાવણી કરીશું. કોર્ટની પણ ઈચ્છા છે કે વાતચીત જ સમાધાન નીકળે. અદાલતે એમ પણ કહ્યું કે ખેડૂતોના વિરોધ મામલે કોઇ જ સુધારો જોવા મળ્યો નથી. જે બાદ AG કે કે વેણુગોપાલે કહ્યું કે ટૂંક સમયમાં કોઇ નક્કર પરિણામ સામે તેવી સંભાવના છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ