બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / Supreme Court allows Central Vista project

લીલી ઝંડી / મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટાને સુપ્રીમ કોર્ટની મંજૂરી

Divyesh

Last Updated: 11:30 AM, 5 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટ દ્વારા મોદી સરકારના ડ્રીમ પ્રોજેક્ટ સેંટ્રલ વિસ્ટાને લીલી ઝંડી મળી ગઇ છે.આ  પ્રોજેક્ટ હેઠળ સંસદની નવી બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેના વિરુદ્ધ કેટલીક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

  • સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી
  • પર્યાવરણ સમિતિની ભલામણ યોગ્ય
  • નિર્માણ પહેલા સરકાર હેરિટેજ કમિટીની મંજૂરી લે


સુપ્રીમ કોર્ટે પર્યાવરણ કમિટીના રિપોર્ટને પણ નિયમોને અનુરુપ માન્યું છે. કોર્ટે લેંડ યૂઝ ચેંજ કરવાના આરોપના કારણે સેંટ્રલ વિસ્ટાની માન્યતા પર સવાલ ઉભો કરનાર અરજીને હાલમાં પેન્ડિંગ રાખી છે. 
 


આ મુદ્દા પર જસ્ટિસ એએમ ખાનવિલ્કર, દિનેશ માહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જ્જની બેંચ દ્વાાર મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને મંજૂરી આપતા સમયે પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ભલામણને યથાવત રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય શરુ કરતા પહેલા હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી આવશ્યક છે. 

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે પર્યાવરણ સમિતિની ભલામણ યોગ્ય છે. નિર્માણ પહેલા સરકાર હેરિટેજ કમિટીની મંજૂલી લઇ લે. તેમજ નિર્માણ શરુ થયા બાદ સ્મોલ ટાવર લગાવવામાં આવે.
 


કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજનાને અનેક અરજીકર્તાઓએ પડકારી હતી. હજારો કરોડોની યોજના માત્ર સરકારી નાણાની બરબાદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઐતિહાસિક ઇમારતોને નુકસાન થવાની પણ આશંકા વ્યકત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. 

નવી સંસદને લઇને સરકારે રાખ્યા હતા આ તર્ક

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે હાલનું સંસદ ભવન ગંભીર આગની આશંકા અને ઓછી જગ્યાનો સામનો કરી રહ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ હેરિટેજ બિલ્ડિંગને સંરક્ષિત કરવામાં આવશે. હાલનું સંસદ ભવન 1927માં બનાવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય વિધાન પરિષદ ભવનના નિર્માણનો હતો ન કે બે સદનનો હતો. પરંતુ જ્યારે લોકસભા અને રાજ્યસભાનું સંયુક્ત સત્ર આયોજિત કરવામાં આવે છે ત્યારે સાંસદો પ્લાસ્ટીકની ખુરશી પર બેસે છે. જેનાથી સંસદની ગરીમા જળવાતી નથી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ