ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
સૂર્ય દેવને દરેક ગ્રહોના દેવ માનવામાં આવે છે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. આ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના લોકો પર પડે છે. પંચાગ મુજબ સૂર્ય આજે એટલે કે 13 એપ્રિલના રોજ રાત્રે 9:15 વાગે મેષ રાશિમાં ગોચર કરશે, જે 14 મેના રોજ સાંજે 6:04 વાગ્યા સુધી મેષ રાશિમાં જ રહેશે. પરંતુ આ ગોચરના કારણે 5 રાશિના જાતકો પર અશુભ અસર પડશે. ચાલો જાણીએ એ કઈ પાંચ રાશિ છે અને સૂર્યના રાશિ પરિવર્તનની તેના પર કેવી અસર થશે -
ADVERTISEMENT

મેષ રાશિ - સૂર્યના ગોચરથી મેષ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે, આર્થિક બાબતોમાં નુકસાન થશે. વિવાદના મામલા વધી શકે છે. આ દરમિયાન વાણી વર્તન પર સયંમ રાખવો. જો તમારા કોઈ કોર્ટ કેસ ચાલે છે તો તેમાં સમાધાન પણ કરવું પડી શકે છે.
ADVERTISEMENT
સિંહ રાશિ - સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને કડવા અનુભવ થઈ શકે છે. આ દરમિયાન જે લોકો નોકરી કરે છે તેમને કાર્યસ્થળ પર વિરોધ કે કાવતરાનો સામનો કરવો પડી શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. માન સન્માનને ઠેંસ પહોંચે તેવું કામ ન કરવું.
કન્યા રાશિ - સૂર્યના મેષ રાશિમાં ગોચરથી કન્યા રાશિના જાતકોના પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં વિવાદ વધી શકે છે. આ દરમિયાન યોગ કે ધ્યાન કરવા, માનસિક અશાંતિ આવી શકે છે. લગ્ન કરવા ઇચ્છતા લોકોને રાહ જોવી પડી શકે છે.
ADVERTISEMENT
ધન રાશિ - સૂર્યના ગોચરથી ધન રાશિના જાતકો પર ખરાબ અસર થઈ શકે છે. જો તમે આ દરમિયાન યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું, તમારી સાથે અણબનાવ બની શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. પરિવારમાં તણાવ વધી શકે છે.
વધુ વાંચો: જો તમારી રાશિમાં શનિની સાડાસાતી ચાલે છે તો ભૂલથી પણ ન કરતા આ કામ, શનિદેવ થશે કોપાયમાન
ADVERTISEMENT
કુંભ રાશિ - મેષ રાશિમાં સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે, આંખો પ્રભાવિત થઈ શકે છે. આ દરમિયાન બીમાર પડવા પર ડૉક્ટરની સલાહ વગર દવા ન લેવી. કાર્યસ્થળે તમારા વિરોધીઓથી તમને નુકસાન થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો