બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / sukha amla dry amla benefits indian gooseberry bad breath mouth odor digestion immunity

આરોગ્ય ટિપ્સ / ઇમ્યુનિટી બુસ્ટ થશે, વધશે આંખોની રોશની... આમળાંને તડકામાં સૂકવીને ખાવાથી થશે જબરદસ્ત ફાયદા

Arohi

Last Updated: 11:11 AM, 28 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dry Amla Benefits: આમળાંને તમે ઘણા પ્રકારે ખાઈ શકો છો. પરંતુ એક વખત સુકા આમળાં જરૂર ટ્રાય કરજો. તેનાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે. આવો જાણીએ સૂકા આમળાંના ફાયદાઓ વિશે.

  • સૂકા આમળાં સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
  • ઈમ્યૂનિટી બૂસ્ટ થવાની સાથે વધશે આંખોની રોશની
  • જાણીએ સૂકા આમળાંના ફાયદાઓ વિશે

આમળાં કોઈ સુપરફૂડથી કમ નથી. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શરદી, ખાંસી સહિત ઘણા પ્રકારના વાયરલ ઈન્ફેક્શનથી બચાવે છે. 

સામાન્ય રીતે આપણે આંમળાનો ઉપયોગ વાળ અને સ્કિનની સુંદરતા વધારવા માટે કરીએ છીએ. પરંતુ તેના બીજા પણ ઘણા ફાયદા છે. ઘણા એક્સપર્ટ્સ માને છે કે જો આંમળાને તાપમાં સૂકવીને ખાવામાં આવે તો ઘણી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. 

સૂકા આમળાં ખાવાના ફાયદા 
ઈમ્યૂનિટી થશે બૂસ્ટ 

સૂકા આંમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી મળી આવે છે જેનાથી સંક્રમણથી બચી શકાય છે. કોરોના વાયરસ વખતે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા પર ઘણો વધારે ભાર મુકવામાં આવ્યો હતો. આમળા બદલતી ઋતુમાં ઘણી બીમારીઓથી આપણુ રક્ષણ કરે છે. 

ડાઈજેશન થશે તંદુરસ્ત 
આપણે મોટાભાગે પાર્ટીઝમાં ખૂબ ઓઈલી અને મસાલેદાર ફૂડ્સ ખાઈએ છીએ. જેનાથી એસિડિટી, હાર્ટબર્ન, કબજીયાત અને અપચાની ફરિયાદ થાય છે. એવામાં તમે સુકા આંમળાને પાણીમાં ઉકાળીને પીવો તો પેટની બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. 

આંખોની રોશની વધશે 
આમળાંમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી મળી આવે છે. જે આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી નજર તેજ થાય છે અને રતાંધણાપણા જેવી બીમારીઓનો ખતરો ઓછો થાય છે. 

મોંઢાની દુર્ગંધથી છુટકારો 
મોટાભાગે દાંતો અને મોંઢાની સારી રીતે સફાઈ ન થવાના કારણે મોંઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. એવામાં આમળાંને ચાવીને ખાવાથી તે નેચરલ માઉથ ફ્રેશનરની જેમ કામ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ